ત્રિકોણબાગ પાસે ટાઈટન વર્લ્ડ શો-રૂમમાંથી 72 લાખની બેખૌફ ચોરી
ત્રિકોણબાગ પાસે ટાઈટન વર્લ્ડ શો-રૂમમાંથી 72 લાખના મુદામાલની બેખૌફ ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો. નેબ્યુલ રિયલ ગોલ્ડનની રૂ।5 લાખની 22 સહિત 68 લાખની 102 વોચ અને રોકડ 4 લાખની 15 મિનિટમાં ચોરી કરી તસ્કર ટોળકી નાસી છૂટતાં શહેરભરની પોલીસ દોડતી થઈ હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયાં હતાં અને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એ. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો, છેલ્લું પગેરૂ ગ્રીનલેન્ડ ચોકડી તરફનું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના રહીશ રવિભાઈ ભુપેન્દ્રભાઈ રઘુવંશીએ જણાવ્યું હતું કે, તેઓ ત્રિકોણબાગ પાસે ટાઈટન વર્લ્ડ નામનો ઘડીયાળનો શો-રૂમ ધરાવે છે. ગઈકાલે તેઓ રાત્રીના સમયે તેઓને એક વેપારીનું આવેલ રૂ.4 લાખનું પેમેન્ટ કેસ કાઉન્ટરમાં રાખી શો-રૂમ જે એક શટરનો હોય તે શટર લોક કરી પોતાના ઘરે ચાલ્યાં ગયેલ હતાં.
આજે સવારે 10 વાગ્યાની આસપાસ શો-રૂમ પર આવતાં શટર થોડું ઊંચું દેખાતાં તેઓને શંકા ગઈ હતી અને શટર ખોલી જોતાં કેટલાક કાઉન્ટરમાંથી ઘડિયાળ ગાયબ હતી અને માલસામાન વેરવિખેર પડેલ હતો. તેમજ કેસ કાઉન્ટરમાં જોતા તેમાં રાખેલ રોકડ રૂ। 4 લાખ પણ ગાયબ હતાં.
જે બાદ તેઓએ શો-રૂમમાં તપાસ કરતાં ચાર કાઉન્ટરમાં રહેલ ટાઈટનની નેબ્યુલ રિયલ ડાયમંડની 22 વોચ જેની કિંમત રૂ.22 લાખ સહિતની કિંમતી 102 ઘડીયાળ રૂ।8 લાખ મળી કુલ રૂ।2 લાખના મુદામાલની ચોરી થયાનું સામે આવતાં તેઓએ તુરંત પોલીસને જાણ કરી હતી.
જે બાદ તેઓએ સીસીટીવી કેમેરા તપાસ કરતાં વ્હેલી સવારે 4:48 વાગ્યે પાંચેક તસ્કરો શો-રૂમ પાસે આવ્યા હતાં અને શટરના વચ્ચેના ભાગને ઊંચા નીચું કરી બાદમાં જેક ભરાવી પોણો ફૂટ જેટલું શટર ઊંચું કરી એક પાતળો નાની ઉંમરનો સગીર પોણા ફૂટની જગ્યામાંથી અંદર પ્રવેશ્યો હતો અને બાદમાં એક થેલામાં ચોરીનો મુદામાલ ભરી 5;02 વાગ્યે એટલે કે 15 મિનિટના ગાળામાં જ બહાર નીકળી ગયો હતો અને અન્ય શખ્સો સાથે મળી ત્રિકોણ બાગ તરફ ચાલીને નીકળ્યા બાદ એક રીક્ષામાં બેસી નાસી છૂટ્યા હોય તેવું પ્રાથમિક સામે આવ્યું હતું.
જ્યારે બનાવની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એ. ડિવિઝન પોલીસ મથકની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો. જેમાં છેલ્લે તસ્કરો પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ ગયાં હોવાનું સામે આવી રહ્યું છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
