સાયલા તાલુકાના બ્રહ્મપુરી પ્રાથમિક શાળામાં યોગ દિવસ યોજાયો. - At This Time

સાયલા તાલુકાના બ્રહ્મપુરી પ્રાથમિક શાળામાં યોગ દિવસ યોજાયો.


આજે યોગ દિવસ છે જેના અનુસંધાને ,આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે પ્રાથમિક શાળામાં એક દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં શિક્ષકો, બાળકો, તેમજ ગામના આગેવાનો સાથે રહીને જુદા જુદા યોગ આસનો કરવામાં આવ્યા. આપણે સૂત્ર સાકાર કરવામાં આવ્યું છે જે ,,યોગ ભગાડે રોગ,,,,યોગ કરો નિરોગી રહો,, જે ભારતમાં થઈ હતી યોગ ની ઉત્પતિ અને ભારતમાં યોગ નો પાંચ હજાર વર્ષ જુનો ઇતિહાસ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં હડપ્પા, મોહેં-જો-દડો સભ્યતા ઓ માં યોગનું ચલણ હતું. સિંધુ ખીણની સિક્કા પર યોગ ની આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. પ્રાચીન સમયમાં ઋગ્વેદ માં યોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મપુરી ગામના આચાર્ય શિક્ષક કાંતિલાલ, ગામના ઉપ સરપંચ શ્રી પનારા અજીતભાઈ, ગામના આગેવાન રામાભાઇ શેટાણીયા, પનારા વિક્રમભાઈ, તથા બાળકો એ હાજરી આપી હતી. અને સાથે સાથે શિક્ષકોએ સાથ સહકાર આપવા બદલ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર‌‌ ‌.જેસીંગભાઇ સારોલા
9687005156
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.