કોરોના ની સંભવિત ચોથી લહેરને લઈ ને અગમચેતી ના ભાગ રૂપે નેત્રંગ આરોગ્ય વિભાગે ઓક્સિજન પ્લાન્ટ ની સ્થિતિ સહિત ની ચકાસણી હાથ ધરી. - At This Time

કોરોના ની સંભવિત ચોથી લહેરને લઈ ને અગમચેતી ના ભાગ રૂપે નેત્રંગ આરોગ્ય વિભાગે ઓક્સિજન પ્લાન્ટ ની સ્થિતિ સહિત ની ચકાસણી હાથ ધરી.


કોરોના ની સંભવિત ચોથી લહેરને લઈ ને અગમચેતી ના ભાગ રૂપે નેત્રંગ આરોગ્ય વિભાગે ઓક્સિજન પ્લાન્ટ ની સ્થિતિ સહિત ની ચકાસણી હાથ ધરી.

કોરોના દર્દીઓ માટે ૨૦ બેડ ની સુવિધા ધરાવતા અલગ નવા વોડઁ ની તૈયારીઓ ચાલી રહી છે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ

ચીનમા કોરોનાએ ફરી ફંફાડો મારતા તેની અસર ભારત પર પડી છે. ત્યારે ગુજરાતમા કોરોના બીએફ - ૭ ના બે કેસ ધ્યાન મા આવતા રાજય નુ આરોગ્ય વિભાગ થી લઇ ને વહીવટી તંત્ર એલર્ટ થતાની સાથે જ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ, વેનિટલેટર  અને ઓક્સિજન ની સ્થિતિ ચકાસવાના આદેશ મળતા જ નેત્રંગ આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી હતી.

કોરોનાની સંભવિત ચોથી લહેર ની અસર ને લઇ ને કેન્દ્ર તેમજ રાજય સરકારો તાત્કાલિક અસર થી જન આરોગ્ય ની સુખાકારી ને ધ્યાન પર લઇ ને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. જેના પગલે રાજય ના આરોગ્ય તેમજ વહીવટી તંત્ર થકી અગમચેતીના ભાગ રૂપે સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો પર કોરોના ના દર્દીઓને માટે જરૂરી સુવિધાઓ બાબતે ચકાસણી ના આદેશ મળતા નેત્રંગ આરોગ્ય વિભાગ ના અધિકારી ડૉ એ.એન.સીંગે આજે નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે મુકવામા આવેલ ઓક્સિજન પ્લાન્ટ ની ચકાસણી હાથ ધરી હતી. ત્યાર બાદ કોરોના ના દર્દીઓ માટે વીસ બેડની સુવિધા વાળો નવો બનાવવામા આવેલ વોર્ડ ની મુલાકાત લીધી હતી. જ્યા વીસ બેડ સહિત ઓક્સિજન લાઇન સહિત અન્ય સુવિધાઓ બાકી હોય જેને ધ્યાન પર લઇ ને તાત્કાલિક કામગીરી કરાવવા બાબતે નોધ લીધી હતી. કોરોના ની સંભવિત ચોથી લહેર સામે લોકોના જન આરોગ્ય ને લઇ ને નેત્રંગ નુ આરોગ્ય વિભાગ એલર્ટ પોઝીશન મા તમામ સ્ટાફ હોવાનુ ડૉ એ.એન.સીંગ જણાવ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.