જસદણમાં નગરપાલિકા દ્વારા સખત ગરમીમાં એકાંતરાને બદલે મનફાવે એમ પાણી વિતરણ - At This Time

જસદણમાં નગરપાલિકા દ્વારા સખત ગરમીમાં એકાંતરાને બદલે મનફાવે એમ પાણી વિતરણ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ગરમીએ લાલચોળનું રૂપ ધારણ કર્યું છે બીજી બાજુ નગરપાલિકા એ પાણીને કોઈ આગોતરું આયોજન કર્યું ન હોવાથી શહેરના પ્રમાણિક નાગરીકોને એકાંતરાને બદલે ચાર પાંચ દિવસે પાણી અપાતાં નાગરીકોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે આમ છતાં જસદણ નગરપાલિકાના ચીફ ઓફીસર અને વહીવટદાર બિન સત્તાવાર નિવેદન કરે છે કે મહી યોજનાનું પાણી ન મળવાના કારણોસર અમુક વિસ્તારોમાં ત્રણ દિવસ પાણી નહી આવે વિગતે જોઈએ તો જસદણ શહેરને કાયમી ધોરણે જસદણના આલણસાગર તળાવમાંથી પાણી લેવામાં આવે છે આ તળાવમાંથી અમુક ગામડાની ખેતીને પાણી આપવામાં આવે છે અને અમુક જથ્થો જસદણ શહેરને પીવા માટે પાણીનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે છે પણ નગરપાલિકાની ભયંકર બેદરકારીને કારણે પાણીનો જથ્થો રફેદફે થઈ જતાં આ વર્ષે લાંબા સમયથી જસદણના નાગરીકોને એકાંતરા પાણી આપવાને બદલે ચાર દીવસે પાણી મળે છે હાલ પાણીનો મોટો આધાર મહી નર્મદા યોજના પર આધારિત છે પાણી પુરવઠા બોર્ડ હાલ જસદણ નગરપાલિકાને વેચાતું પાણી આપે છે પાલિકા માથે હાલ કરોડો રૂપિયાનું દેવું છે સામે જસદણમાં હજજરો ભુતિયા નળ જોડાણ હોવાથી કાયદેસર નળ જોડાણ ધરાવતાંને પુરતું પાણી મળતું નથી અને નગરપાલિકા પાણીનો બારેમાસનો વેરો વસુલ કરે છે હાલ પાલિકાને દરરોજ પાણી આપવું જોઈએ એને બદલે કોઈ ને કોઈ બહાને વારા ઠેકાડી દે છે નવાઈની બાબત એ છે કે આ બાબતે સાઠગાંઠ ધરાવતાં પ્રજાને પડતી મુશ્કેલીમાં એક હરફ પણ ઉચ્ચારતા નથી ત્યારે પાલિકા દરેક વિસ્તારમાં સમયસર પુરતું પાણી આપે એવી લોકોમાં માંગણી ઊઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.