હળવદ બસ સ્ટેશન ખાતે કાળઝાળ ગરમી માં ડ્રાઈવર કંડકટર ની આરોગ્ય લક્ષી તપાસ ની સાથે બસ માં પેસેન્જર ને પીવા માટે ઠંડુ મિનરલ પાણી બોટલ અને ગમચા નું નિઃશુલ્ક વિતરણ - At This Time

હળવદ બસ સ્ટેશન ખાતે કાળઝાળ ગરમી માં ડ્રાઈવર કંડકટર ની આરોગ્ય લક્ષી તપાસ ની સાથે બસ માં પેસેન્જર ને પીવા માટે ઠંડુ મિનરલ પાણી બોટલ અને ગમચા નું નિઃશુલ્ક વિતરણ


પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

કાળઝાળ ગરમી હોઈ અને ૪૬ ડિગ્રી ઉપર તાપમાન માં એસ.ટી બસ માં સેવાઓ આપતા ડ્રાયવર અને કંડકટર કે જેઓ બહાર ની ગરમી અને બસ ના એન્જિન ની ગરમી બને સહન કરી સતત પોતાની સેવાઓ આપી રહ્યા હોઈ ત્યારે તેમની સુખાકારી માં વધારો થાય તેવા શુભ આશય થી આજરોજ સવારે પાંચ કલાકે હળવદ બસ સ્ટેશન ખાતે પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ના સંયુકત ઉપક્રમે હળવદ બસ સ્ટેશન ખાતે હળવદ થી ઉપડતી બસો ના ડ્રાઈવર તેમજ કંડકર ની પ્રાથમિક આરોગ્ય તપાસ એમ.ડી ડોકટર દ્વારા કરી આપવામાં આવી હતી જેમાં બ્લડ પ્રેશર - ડાયાબિટીસ ની તપાસ કરી આપવામાં આવી હતી અને તમામ સ્ટાફ માટે ચા નાસ્તો ની પણ સુંદર વ્યવસ્થા કરી હતી સાથે સાથે ઉનાળા ની કાળઝાળ ગરમી માં હળવદ થી ઉપડતી બધી બસો માં ગરમી છે ત્યાં સુધી દરરોજ ઠંડા પાણી ના બાટલા મૂકવામાં આવશે જેથી મુસાફરો ને શુદ્ધ ઠંડુ પીવાનું પાણી સરળતા થી મળી રહેશે અને ડ્રાઈવર Milton કંપની ની પાણી ની બોટલ આપવામાં આવશે જેથી ડ્રાઇવર ને તેમની કેબિન માં સરળતા થી પાણી મળી રહે સાથે કોઈ ને ડાયાબિટીસ ઘટી જાય તો તાત્કાલિક સુગર નેઇન્ટન કરવા માટે અને નાના બાળકો રળતા હોઈ ત્યારે કામ લાગે તે હેતુ થી ચોકલેટ નો ડબ્બો પણ દરેક બસ માં રાખવામાં આવશે સાથે સાથે હાજર સર્વે એસ.ટી સ્ટાફ ના મિત્રો ને ગમચા પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સવાર માં આધ્યાત્મિક વાતાવરણ બને તેવા શુભ આશય થી ધૂન ભજન સ્તુતિ પણ કરવામાં આવી હતી અને ત્યાં હાજર ૫૦ થી વધુ મુસાફરો ની પણ પ્રાથમિક આરોગ્ય લક્ષી તપાસ કરી આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , એસ.ટી નિગમ માં પૂર્વ ડાયરેક્ટર બિપીનભાઈ દવે , શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાદાભાઈ ડાંગર સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં એમ.ડી ડોકટર રણજીત ચાવડા સાથે ડૉ જય દવે અને ડૉ જીત દવે એ નિઃશુલ્ક સેવાઓ પ્રદાન કરી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ના મેમ્બરો એ ભારે જહેમત ઉઠાવી હતી અને હળવદ બસ સ્ટેન્ડ ના કન્ટ્રોલર રાજુભાઈ દવે એ પણ ખડેપગે પોતાની સેવાઓ આપી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.