મિત્રની સગાઈ હોવાથી કેક લઈને પરત ફરતી વખતે બનેલો બનાવ ધરાઇ-મોટા દેવળીયા વચ્ચે કાર પલ્ટી જતાં આશાસ્પદ ઈજનેર યુવાનનું મોત - At This Time

મિત્રની સગાઈ હોવાથી કેક લઈને પરત ફરતી વખતે બનેલો બનાવ ધરાઇ-મોટા દેવળીયા વચ્ચે કાર પલ્ટી જતાં આશાસ્પદ ઈજનેર યુવાનનું મોત


તા.૨૨
બાબરા તાલુકાનાં ધરાઇ વાવડી અને મોટા દેવળીયા વચ્ચે કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં હાલ સુરત રહેતા મુળ ધરાઇનાં મિકેનિક એન્જિનિયર આશાસ્પદ યુવાનનું મોત નિપજતા ગમગીન
ની ફેલાઈ હતી.બનાવ ની કરુણ તા એ હતી કે અકસ્માત ના મોત ને ભેટેલો યુવાન પરીવાર નો એક નો એક પુત્ર હતો. આવતા મંગળવારે તેની સગાઇ થનાર હતી.અકસ્માત સમયે યુવાન નો પરીવાર ચારધામ યાત્રાએ ગયો હોય બનાવ ની જાણ કરાઇ હતી.બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ મુળ ધરાઇ વાવડી નાં અને હાલ સુરત રહેતા કીનલ હિંમતલાલ વીરડીયા (ઉ.૨૩ )દેવળીયા રહેતા મિત્ર દિવ્યેશભાઈની સગાઇ હોય બાબરા થી કૈક લઈ કારમાં
દેવળીયા જઇ રહ્યા હતા.કીનલ કાર ચલાવી રહ્યો હતો અને અન્ય મિત્ર વિર્દેશ પાછળ કેક લઈ બેઠો હતો. દેવળીયા થી થોડે દુર અચાનક કાર પલ્ટી ખાઈ જતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પંહોચતા કીનલનું મોત નિપજ્યું હતુ.જ્યારે વિશ્નેશ ને ઇજા પંહોચી હતી.
બનાવની જાણ થતા સગા સ્નેહીઓ ઘટનાસ્થળે દોડી ઉઠ્યા હતા.અને કીનલ નાં મૃતદેહ અને ઇજાગ્રસ્ત વિર્દેશ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.બનાવ સમયે કીનલનાં માતા પિતા
સહીત નો તેર વ્યક્તિઓનો પરીવાર ચાર ધામ યાત્રાએ હોય તેઓને જાણ કરાઇ હતી.
કીનલ ની સગાઇ આવતા મંગળવારે થવાની હતી.પરંતુ ઈશ્વરે કંઈક અલગ જ ધાર્યુ હોય તેમ પરીવાર યાત્રાએ ગયો હોય પાછળ થી અરમાન ભર્યા યુવાન નું અકાળે મોત નિપજ્યું હતું.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો.


9723238602
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.