અમદાવાદ કોર્પોરેશન દ્વારા પત્રકાર પરિષદમાં કેટલાક પત્રકારો ને નિમંત્રણ સાથે અન્ય પત્રકારો અપમાન કેમ...? આ ઘટના ને શું વહાલા દવાલા ની નીતી કહી શકાય...? - At This Time

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પત્રકાર પરિષદમાં કેટલાક પત્રકારો ને નિમંત્રણ સાથે અન્ય પત્રકારો અપમાન કેમ…? આ ઘટના ને શું વહાલા દવાલા ની નીતી કહી શકાય…?


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ ૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ની તારીખ ના રોજ અમદાવાદ મ્યું.કોર્પોરેશન નો ૬ ફેબ્રુઆરી નો અંદાજપત્ર બાબતે એક નિમંત્રણ પત્ર જાહેર થયો હતો અને આ માહિતી અમદાવાદ પત્રકારો ના ગ્રુપમાં પહોચી હતી, આ નિમંત્રણ પત્રમાં વર્ષ ૨૦૨૪ - ૨૫ ના વર્ષ ની બજેટ એટલે કે અંદાજપત્ર - એ અંગે માહિતી આપવા સારું આયોજન કરવામાં આવેલ પત્રકાર પરિષદ નું ભોજન અને ભેટ સોગાદ સાથે આયોજન કરવામાં આવેલ અને આ પત્રકાર પરિષદ નું નિમંત્રણ વાયુવેગે પત્રકાર જગતમાં તારીખ ૫ ફેબ્રુઆરી ના રાત્રી સુંધી ફરતું થયું હતું,

આ પત્રકાર પરિષદમાં કેટલાક ગણતરી ના જ પત્રકારો ને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને અન્ય પત્રકારો ને પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી હતી કેમ...? શું આને વાહાલા દવાલા ની નીતી ના કહી શકાય...? કે પછી પત્રકારો માં ફૂટ પડાવવા ની નીતી શું કહેશો...?

જો પત્રકાર પરિષદ નું આયોજન જાહેર થયું કે કર્યું હોય AMC ના સત્તાધીશોએ કે જવાબદાર વ્યક્તિઓ એ તો અનેક પત્રકારો જોડાઈ શકે ને આ પત્રકાર પરિષદમાં...?

આ અંદાજ પત્રના કાર્યક્રમ કેટલાક પત્રકારો રોકવામાં આવ્યા અને પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી હતી ત્યારે આ ઘટના ને લઈ હવે AMC ની કામગીરી અને નિમંત્રણ પત્રિકા બાબતે અનેક સાવલો ઉઠ્યા છે, પત્રકારો ને રોકવામાં આવતા પત્રકારોએ હોબાળો સાથે વિરોધ નોંધાવતા પત્રકારો ને કાબુ કરવા AMC ના બોડીગાર્ડ અને પોલીસ બોલાવવા ની ફરજ પડી હતી પરંતુ પોલીસ ની હાજરીમાં પણ પત્રકારો નું અપમાન થતાં પત્રકારો એ હલ્લાબોલ અને વિરોધ ચાલુ પ્રદર્શન રાખ્યું હતું અને મળતી માહિતી મુજબ AMC ના કર્મચારીઓ અને પત્રકારો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને કોઈ પત્રકાર ના ફોન ને પણ નુકશાન થયું હતું એવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળેલ છે,

AMC ના આ કાર્યક્રમ માં પત્રકારો ના અપમાન ની ઘટના સંદર્ભમાં અમદાવાદ મ્યુંન્સિપલ કમીશ્નર અને અમદાવાદ ના માં.મેયર નોંધ લઈ આ બાબતે આવનારા સમયમાં કોઈ નક્કર પગલાં લેશે...? કોઈ બોધ પાઠ લેશે...? ખુલાસો કે સ્પષ્ટતા કરશે કે કેમ એવા અનેક સવાલો આ ઘટના ને લઈ ઉદભવ્યા છે,

AMC ની આ ફૂટ નીતિમાં જમવામાં જગલો અને કુતટવામાં ભગલો જેવી ઘટના ના સમગ્ર ગુજરાત ના પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત અને પડઘા પડ્યા છે અને આવનારા સમયમાં પત્રકારો AMC ની પત્રકાર પરિષદ સહિત અન્ય કામગીરી નો વિરોધ અને બહિષ્કાર કરશે એવી વાત પત્રકાર જગતમાં લોકમુખે ચર્ચાનો વિષય બની છે.

https://www.facebook.com/ahmadabadmitranews/videos/896304205304417/?mibextid=NnVzG8

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.