બાલાસિનોરની ભાજપ શાસિત પાલિકાએ નાદારી નોંધાવતા બાલાસિનોરમાં અંધાર પટ્ટ છવાયું - At This Time

બાલાસિનોરની ભાજપ શાસિત પાલિકાએ નાદારી નોંધાવતા બાલાસિનોરમાં અંધાર પટ્ટ છવાયું


નગરપાલિકાને 2 કરોડ 96 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવાનું બાકી અંતે 48 કલાકના અલ્ટીમેટમ બાદ MGVCL દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ કરાઈ

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રોડ-રસ્તાઓ પર અંધારપટ છવાયું છે. બાલાસિનોરના સર્વાંગી વિકાસના બણગા ફૂંકતી નગરપાલિકાના વિકાસના દાવા વીજકંપનીએ ડુલ કરી નાંખ્યા છે. 2 કરોડ 96 લાખ રૂપિયાનું બિલ નહિ ભરતાં શહેરની સ્ટ્રીટલાઇટોના જોડાણો કાપી નાખવામાં આવ્યાં છે. પાલિકા લોકોને અંધારા ઉલેચાવી રહી છે

જ્યાં વાત એમ છે કે, બાલાસિનોર નગરપાલિકા પાસે MGVCL 2 કરોડ 96 લાખ વીજ બિલ પેટે માગી રહી છે. જે સંદર્ભે MGVCL દ્વારા બાલાસિનોર નગરપાલિકા વીજ બિલ ન ભરતા આખરે બાલાસિનોર નગર પાલિકા વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેના કારણે હાલ શહેરમાં અંધારપટ છવાયું છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, 2 કરોડ ને 96 લાખ રૂપિયા વીજ બિલ બાકી હોવાથી આ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને MGVCL દ્વારા નગરપાલિકામાં 2થી 3 વાર નોટિસ ફટકારવામાં આવી છે. અંતે સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નાખવા 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. છતાં પાલિકા વીજ બિલ ન ભરતા આખરે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને રોડ રસ્તાઓ પર અંધારપટ છવાતાં લોકોને ભારે હલાલી પડી રહી છે.

આખરે બાકી બિલની રકમ 2 કરોડ 96 લાખ સુધી પહોંચી જતાં વીજકંપનીએ સ્ટ્રીટલાઇટના જોડાણો કાપી નાંખ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.