મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકાના પુંસરી ક્લસ્ટરની મોઢુકા, આંટીયાના છાપરા અને ગુલાબપુરા ખાતે ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું
મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકાના પુંસરી ક્લસ્ટરની મોઢુકા, આંટીયાના છાપરા અને ગુલાબપુરા ખાતે ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું
**********
બાળકો ભારતનુ આવનારૂ ભવિષ્ય છે, જે આ શાળાના ઓરડાઓમાં ધડાઇ રહ્યું છે.
મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
સાબરકાંઠા જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો. જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતો રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકાની મોઢુકા, આંટીયાના છાપરાં, ગુલાબપુરા પ્રાથમિક શાળાઓ ખાતે ઉપસ્થિત રહીને બાળકોનું આંગણવાડી તેમજ ધોરણ-૧માં નામાંકન કરાવી પ્રેમથી આવકારી અભ્યાસ સામગ્રી આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ૧૭મા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આ વિચાર બીજના મુળમાં આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી છે. તે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણની જરૂરીયાત તેમણે જાણી અને આ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્ર્મોની શરૂઆત કરી શિક્ષણ ક્ષેત્રે આમુલ પરીવર્તન આણ્યા છે. આ ઉત્સવ થકી અધિકારીઓ-પદાધિકારીઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચી શાળાઓની સાચી સ્થિતિ જાણી શકે છે. સરકાર દ્રારા ક્યાં કચાસ છે અને જનતાને શુ જરૂર છે તે જોઇ શકે. શાળાઓમાં જરૂરી માળખાકીય સુવિધા વધારી શકાય.
વધુમાં તેમણે જણાવ્યું કે, શાળાના શિક્ષકો વાલીઓ વધુ જાગૃત બની ગામનુ એક પણ બાળક શાળા પ્રવેશથી વંચીત ન રહે તે ખાસ ધ્યાન રાખવામાં આવે. આવનારો સમય શિક્ષણનો છે માટે દરેક બાળકને શિક્ષણ મળી રહે અને તે સુશિક્ષિત બની ભવિષ્યનો સારો નાગરીક બને. આ ભારતનુ આવનારૂ ભવિષ્ય છે જે આ શાળાના ઓરડાઓમાં ધડાઇ રહ્યું છે.
આંટીયાના છાપરા પ્રાથમિક શાળામાં મંત્રીશ્રીએ બાળકો સાથે બેસીને ભોજન લીધુ હતું.
શાળા પ્રવેશ ઉત્સવની સાથે શાળાના તેજસ્વી તારલાઓનુ સન્માન અને ગામના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની એસ.એમ.સી.ની બેઠકમાં ગ્રામજનો દ્રારા રજુ કરવામાં આવેલ શાળાના, ગામના રસ્તા અંગેના અને પાણીના પ્રશ્વો મંત્રીશ્રીઓ ધ્યાનથી સાંભળ્યા હતા અને તેનો હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેનશ્રી સંજયભાઇ પટેલ, પ્રમુખશ્રી કલ્પેશભાઇ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી સંજયભાઇ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દિપ્તિબેન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી, અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પટેલ, શ્રી વી.ડી.ઝાલા, પુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી હિમાંશુભાઇ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, એસ.એમ.સીના સભ્યો, શિક્ષકો, આંગણવાડી કાર્યકરરો, વાલીઓ, બાળકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.