ભારત સરકાર દ્વારા ચાલતા ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી મુક્ત પંચાયતની કામગીરી હાથ ધરવામાં આવી - At This Time

ભારત સરકાર દ્વારા ચાલતા ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી મુક્ત પંચાયતની કામગીરી હાથ ધરવામાં આવી


જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ હેઠળ આવતા ભીમનાથ ,પોલારપુર ,રાણપરી, શાહપુર, નભોઈ ગામે સતત બીજા વર્ષે ટી.બી. મુકત પંચાયતના માળખામાં સ્થાન પામ્યું છે જેથી આ તમામ ગામોની પંચાયતોને બોટાદ જિલ્લા કલેકટર ડો. જીનસી રોય ની સહી સાથેના ટીબી મુક્ત પંચાયત પ્રમાણપત્ર અને ગાંધીજીની સિલ્વર પ્રતિમા રૂપી એવોર્ડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકિયા અને જિલ્લા ક્ષય અધિકારી ડો. એ.કે. સિંગના માર્ગદર્શન હેઠળ આયુષ મેડિકલ ઓફિસર ડો. નિખીલ સોલંકી અને સુપરવાઇઝર બ્રિજેશ ચાવડા તેમજ મ.પ.હેવ. ગૌતમભાઈ, કિશનસિંહ, નરેનચંદ્ સીએચઓ હર્સદભાઈ, અરૂણાબેન, ફીહેવ દ્વારા પંચાયતના સંરપચઓને એનાયત કરવામાં આવ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image