વડીયા તાલુકાના ઇશ્વરીયા ગામે મળી આવેલ લાશના બનાવનો ભેદ ઉકેલી, આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. - At This Time

વડીયા તાલુકાના ઇશ્વરીયા ગામે મળી આવેલ લાશના બનાવનો ભેદ ઉકેલી, આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.


વડીયા તાલુકાના ઇશ્વરીયા ગામે મળી આવેલ લાશના બનાવનો ભેદ ઉકેલી, આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુનાની વિગત:-

ગઈ તા.૧૯/૦૨/૨૦૨૪ ના રોજ વડીયા તાલુકાના ઇશ્વરીયા ગામે હાઇસ્કુલની પાછળ આવેલ પાણીના ઓકળામાંથી માવજીભાઈ મંગાભાઈ સોંદરવા, ઉ.વ.૬૦, રહે.ઈશ્વરીયા, તા.વડીયા, જિ.અમરેલી વાળા મરણ ગયેલ હાલતમાં મળી આવતા, જે અંગે વડીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા, પાણીના ઓકળામાંથી લાશ બહાર કાઢી, શંકાસ્પદ મૃત્યુ અંગેની જાહેરાત પરથી આ અંગે વડીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત રજી.નંબર ૩/૨૦૨૪ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબનો બનાવ રજી. થયેલ અને વડીયા પોલીસ દ્વારા ના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા લાશને પી.એમ. અર્થે મોકલી આપી, તપાસ હાથ ધરવામાં આવેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર બનાવો ડીટેક્ટ કરવા અને આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ ઉપરોક્ત બનાવ અંગે વિગતોનો અભ્યાસ કરી, આ બનાવમાં સત્ય હક્કિત બહાર લાવવા અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી. એ.એમ.પટેલ ઓને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એલ.સી.બી. ટીમ તથા વડીયા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી કે.કે.ઓડેદરા ઓની અલગ અલગ

ટીમો બનાવી ઉપરોકત બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ.

આ અંગે તપાસ દરમિયાન મરણ જનાર માવજીભાઈ મંગાભાઈ સોધરવા ઇશ્વરીયા ગામના ભીખુભાઇ વલકુભાઇ વાળાની ફારમે રાખેલ વાડીએ મજુરી કામે ગયેલ હોઇ અને ભીખુભાઈએ આ વાડીમાં જો કોઇ વ્યક્તિ ઇલેક્ટ્રીક કેબલ અડી જાય તો તેનુ મૃત્યુ સંભવ હોવાનુ જાણવા છતા તેની વાડીમાં ખુલ્લો ઇલેક્ટ્રીક મોટરનો ચાલુ વિજપ્રવાહ વાળા ઇલે.કેબલ ખુલ્લો રાખી અને જે ઇલેક્ટ્રીક કેબલ આ મરણ જનારને શરિરે અડી થવાથી તેને શરીરે ઇલેક્ટ્રીક શોક લાગતા મરણ ગયેલ હોય જેની જાણ ભીખુભાઈ વલકુભાઈ વાળાને થતા તેણે કોઈને કહ્યા વગર તા.૧૮/૦૨/૨૦૨૪ ની મોડી રાત્રીએ આરોપીએ મરણ જનારની લાશ તેમના ખેતરની નજીકમાં હાઇસ્કુલની પાછળ આવેલ પાણીના ઓકળામાં નાખી દઇ લાશને સગેવગે કરી પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોવાની હકિકત જણાય આવતા જે અંગે યોગેશભાઈ નારણભાઈ ગામી, ઉ.વ.૩૨, રહે.રાજકોટ, પીપરગામ, આર્દશ સોસાયટી, તા.જિ. રાજકોટ વાળાની ફરીયાદ ઉપરથી વાડીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૪૦૦૨૭/ ૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૩૦૪, ૨૦૧ મુજબનો ગુન્હો રજી. કરેલ.

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી. એ. એમ. પટેલ ઓની રાહદરી હેઠળ એલ.સી.બી. ટીમે આ કામે આરોપીને બાતમી હકિકત આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

ભીખુભાઇ વલકુભાઇ વાળા, ઉ.વ.૫૭, રહે. ઈશ્વરીયા, તા.વડીયા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન

હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી

એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઈ સરવૈયા તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, આદિત્યભાઈ

બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા તથા વડીયા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ.

શ્રી કે.કે.ઓડેદરા તથા વડીયા પો.સ્ટે. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.