શહેરની શાન ગેલેક્સી ટોકીઝ હવે મલ્ટીપ્લેક્સ બનશે, ધર્મેન્દ્ર સહિત શોલેની સ્ટારકાસ્ટ લઈ ચૂકી છે મુલાકાત - At This Time

શહેરની શાન ગેલેક્સી ટોકીઝ હવે મલ્ટીપ્લેક્સ બનશે, ધર્મેન્દ્ર સહિત શોલેની સ્ટારકાસ્ટ લઈ ચૂકી છે મુલાકાત


ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની સિનેમેટિક આન બાન અને શાન. છેલ્લા પાંચ દશકાથી ગેલેક્સી ટોકીઝની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રોડક્શન ઇનોવેશનને કારણે દેશના ટોપ ટેન સિનેમા હાઉસમાં ગણના થતી હતી. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગેલેક્સી ટોકીઝની ઇમારત તૂટી જેને પગલે સત્વર થિયેટરનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. હાલ ગેલેક્સી ટોકીઝની ઈમારતને તોડી જમાનાને અનુરૂપ મલ્ટિપ્લેક્સ મૂવી હાઉસ બનાવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયારે શોલે ફિલ્મ રિલીઝ થઈ એ વખતે ધર્મેન્દ્ર સહિતના અનેક મુખ્ય કલાકારો ગેલેક્સી થિયેટરની મુલાકાતે આવી ચૂક્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.