PGVCLની ચેકીંગ ડ્રાઇવમાં 2130 પૈકી 518 જોડાણોમાં વીજચોરી ઝડપાઈ
ભાવનગર PGVCL દ્વારા કરાયેલા વીજ ચેકિંગમાં વીજ ટુકડીઓએ 2130 જેટલા વીજ કનેક્શનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 518 જેટલા કનેક્શનોમાં ગેરરિતિ ઝડપાઇ હતી. વીજ ચેકીંગ દરમિયાન 498 રેસીડેન્શીયલ કનેક્શનો, 13 કોમર્શીયલ અને 7 ખેતીવાડી કનેક્શનોમાં વીજચોરી ઝડપાઇ હતી. સાત જેટલા ખેડુતો સીધો વીજ જોડાણ કરતા તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરાઇ હતી.
ચેકીંગમાં સિહોર, વલ્લભીપુર, સણોસરા, વરતેજમાં સૌથી
વધુ 109 જેટલા કનેક્શનોમાં ગેરરિતિ તેમજ જેસર,
બગદાણામાં સૌથી વધુ રૂા. 62.09 લાખનો દંડ વસુલાયોહતો.
PGVCL દ્વારા સિહોર, વલભીપુર, સણોસરા વરતેજમાં 316 કનેકશનો તપાસ્યા જેમાંથી 109માં ગેરરિતી પકડાઈ હતી અને 28.09 લાખનો દંડ વસુલ્યો હતો. ત્યારે ભાવનગર શહેર, મામસા અને ઘોઘામાં 538 કનેકશનો માંથી 70 ઝડપાયા હતા અને 24.57 લાખનો દંડ તેમજ જેસર, બગદાણામાં 321 કનેકશનોમાંથી 77માં ગેરરિતી તેમજ 35.66 લાખનો દંડ ઉપરાંત ત્રાપજ, તળાજા, પાલિતાણા શહેર અને ગ્રામ્ય, મહુવા શહેર અને ગ્રામ્યમાં મળી 955 કનેકશનો તપાસી 262 કનેકશનોમાં વીજચોરી ઝડપાઈ હતી અને 102.56 લાખનો દંડ ફટકારી કાર્યવાહી કરાઈ હતી
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.