નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ઝઘડિયા જાબોલી પ્રાથમિક શાળા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરાયું,૩૦૦ જેટલા દર્દીઓની ચકાસણી કરાઈ - At This Time

નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા ઝઘડિયા જાબોલી પ્રાથમિક શાળા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરાયું,૩૦૦ જેટલા દર્દીઓની ચકાસણી કરાઈ


ઝઘડિયા તાલુકાનાં જાબોલી પ્રાથમિક શાળા ખાતે નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા નિ: શુલ્ક શારીરિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા લગભગ ત્રણ સો જેટલા દર્દીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી.
ઝઘડીયા તાલુકાના જાબોલી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે ઝઘડિયા જીઆઇડીસી મા આવેલ નિત્તાં જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સીએસસાર અંતર્ગત નિ શુલ્ક શારીરિક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ત્રણ સો જેટલા ગ્રામજનોના કાન,ચેસ્ટ,લોહી ઉપરાંત શરીરના તમામ અંગોની ની:શુલ્ક ચકાસણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમા કંપની ચિફ કે એ જ્યોર્જ, એચ આર હેડ વિશાલ મનોહર,એચ આર ઓફિસર નિતેશ ભાઈ ચૌહાણ,ઓપરેશન હેડ સંદીપ કે., ડીપ્ટી મેનેજર લિંટો એન્થની તેમ જ મેડિકલ ટીમ તથા ગ્રામજનો એ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામા મહત્વ ની ભુમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છેકે નિત્તા જીલેટીન ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે સીએસાર અંતર્ગત આરોગ્ય,શિક્ષણ જેવા મહત્વ પૂર્ણ વિષયો પર માનવ સેવાને લગતા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.