અરવલ્લી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત - At This Time

અરવલ્લી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત


અરવલ્લી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) નાંણા, ભેટાલી અને મેવડાને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) હેઠળ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા અને શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવે છે.

આયુષ્માન આરોગ્ય મંદિર-નાંણા (તા. ધનસુરા) એ 91.26%, આયુષ્માન આરોગ્ય મંદિર-ભેટાલી (તા. ભિલોડા) એ 87.30% અને આયુષ્માન આરોગ્ય મંદિર-મેવડા (તા. માલપુર) એ 87.09% સ્કોર મેળવીને આ પ્રમાણપત્ર હાંસલ કર્યું છે. આ માટે દિલ્હીથી આવેલી NHSRC (નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર) ની ટીમે રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા આરોગ્ય કેન્દ્રોનું વિગતવાર એસેસમેન્ટ કર્યું હતું.આ એસેસમેન્ટમાં 12 મુખ્ય માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોની આરોગ્ય સંભાળ, રસીકરણ, કિશોર-કિશોરીઓ માટેની સેવાઓ, કુટુંબ કલ્યાણ સેવાઓ, વિશ્વ આરોગ્ય સેવાઓ, તાત્કાલિક આરોગ્ય સારવાર, રોગચાળા નિયંત્રણ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સંચાલન, બિનચેપી રોગોનું નિદાન અને સારવાર, તેમજ માનસિક આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમારના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ હાંસલ થઈ છે. આ ઉપરાંત, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ સેલ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓના સંકલિત પ્રયાસોએ આ સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.આ સિદ્ધિ અરવલ્લી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ભારત સરકારના ઉદ્દેશ્યને સાકાર કરે છે.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image