**ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પદ પસંદગી હાથ ધરાઈ: ભાજપના નિરીક્ષકોએ લીધી મુલાકાત **
**ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પદ પસંદગી હાથ ધરાઈ: ભાજપના નિરીક્ષકોએ લીધી મુલાકાત **
દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપના નિરીક્ષકો હેમાલીબેન બોઘાવાલા અને હિસાબ ઈશાંક સોનીએ દેવગઢ બારીઆના 13 અને ઝાલોદના 17 વિજેતા ઉમેદવારોની રૂબરૂ મુલાકાત લીધી.નિરીક્ષકોએ દરેક વિજેતા ઉમેદવારની વ્યક્તિગત મુલાકાત લીધી છે. આ સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે. તે તમામ ભાજપના કાઉન્સિલરોને માન્ય રહેશે.
પ્રમુખ પદની દાવેદારી માટે ભાજપના નેતાઓએ પોતાના પસંદગીના ઉમેદવારો માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ધારાસભ્યો, મંત્રી અને સાંસદ પોતાના માનીતા ઉમેદવારને પ્રમુખ પદ મળે તે માટે પ્રયાસરત છે. હોળાષ્ટક શરૂ થાય તે પહેલાં નામોની જાહેરાત થવાની શક્યતા છે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
