દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં ૦૬ જેટલા ઈસમોએ એક વ્યક્તિને રસ્તામાં રોકી ગડદાપાટ્ટુનો, પટ્ટા વડે તેમજ ધારીયા વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
દાહોદ તા.૧૯
ગત તા.૧૮મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડાના સીમલીયાબુઝર્ગ ગામે રહેતાં અમિતભાઈ શૈલેષભાઈ પરમાર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ગરબાડા નગરમાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલ લઈ આવેલા નયનભાઈ ગોરચંદભાઈ બારીયા, ગોરચંદભાઈ કેગુલભાઈ બારીયા, આશિકભાઈ રમણભાઈ બારીયા, દિલીપભાઈ સેનાભાઈ બારીયા, રમણભાઈ સેનાભાઈ બારીયા તથા તેમની સાથે અન્ય એક વ્યક્તિ (તમામ રહે. સીમળીયાબુઝર્ગ, તા. ગરબાડા, જિ. દાહોદ) નાઓએ અમિતભાઈને રસ્તામાં રોકી ગડદાપાટ્ટુનો માર મારી, પટ્ટા વડે માર મારી મોટરસાઈકલ પર અમિતભાઈને બેસાડી ગામમાં આવેલ એક સ્મશાન તરફ લઈ જઈ જ્યાં પણ ગડડાપાટ્ટુનો, પટ્ટા વડે તેમજ ધારીયા વડે અમિતભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી, મારીને નદીમાં ફેંકી દો, તેવી ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અમિતભાઈ શૈલેષભાઈ પરમારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.