જેતપુર સાડીઓના ધમધમતા કારખાનાઓમાંથી 31 બાળમજૂરોને કરાયા મુક્ત
તા...17/04/2025
MUKTAR MODAN JETPUR
ATT THIS TIME
સાડી ઉદ્યોગનું પ્રખ્યાત શહેર જેતપુરમાંથી બાળ મજૂરો પાસેથી મંજૂરી કરાતા કારખાના ઝડપાયા છે. બચપણ બચાવો તેમજ પોલીસે 2 સાડીઓના કારખાનામાંથી 31 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાવી અને તેમને મુક્ત કર્યા છે.
જેતપુરમાં સાડીઓની ઘડી ઈસ્ત્રી કરતા કેટલાક કારખાનેદારો પરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખી તેની પાસે મજૂરી કરાવતા હોવાનું સામે આવ્યું હતું. એક સંસ્થાને બાતમી મળતા સ્થાનિક પોલીસને સાથે રાખી છાપો મારીને બે કારખાનાઓમાંથી 31 જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા. મળી આવેલા આ તમામને બાળકોને મુક્ત કરાવી કારખાનેદાર તેમજ ઠેકેદારો સામે જેતપુર ઉદ્યોગ નગર પોલીસમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની મળતી માહિતી અનુસાર જેતપુર શહેરના ઉદ્યોગ વિસ્તારમાં આવેલી સાડીઓની ઘડી ઇસ્ત્રીનું કામ કરતા કેટલાક કારખાનાઓમાં બાળમજૂરો રાખવામાં આવતા હતા. આ બાબતે બાળકોને બાળ મજૂરીમાંથી બચાવતી એક સંસ્થાને બાતમી મળી હતી. આ બાતમીને આધારે સંસ્થાએ સ્થાનિક પોલીસને સાથે રાખી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બે જુદા જુદા કારખાનાઓમાં છાપો માર્યો હતો. આ કારખાનાઓમાં યુપી, બિહારથી ઠેકેદારો મારફત બાળકોને મજૂરી કામ માટે લાવવામાં આવતા. છેલ્લા છ મહિનાથી કારખાનામાં ગોંધી રાખી પગાર આપ્યા વગર ફક્ત બે ટાઈમનુ ભોજન આપી સખત બાળમજૂરી કરાવવામાં આવતી હતી.
મળતી માહિતી અનુસાર બાળ મજૂરો જાતે પોતાની આપવીતિ કહેતા પોલીસે બે કારખાનેદારો સામે ફરિયાદ નોંધી છે. જેમાં દાતાર તકિય પાસે આવેલ નામ વગરના ચલાવતા સાડીના ફિનિશિંગ કારખાનામાંથી 25 જેટલા બાળ મજૂરો, અને ભાદરના સામા કાંઠે ખુલ્લા ફાટકની સામે આવેલ રાજહંસ ટેક્સટાઇલમાંથી 6 મળી કુલ 31 બાળમજૂરો મળી આવતા તેઓને મુક્ત કરાવ્યા હતાં. આ તમામ બાળમજૂરોને ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશને લાવી રાજકોટ બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી તમામને તેમના વતન મોકલવામાં આવશે..
બર્બરતા પૂર્વક અને લોભની લાલચામાં ગોંધી રાખીને માલિકો તેમજ ઠેકેદરો દ્વારા બાળમજૂરી કરવામાં આવી રહી હતી. જેમાં માલિક અને ઠેકેદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં દાતાર તકિયા પાછળ આવેલ નામ વગરના ફિનિશિંગના ગોડાઉનના માલિક તબરેજ અંસારી જેમને ત્યાંથી 11 વર્ષથી 17 વર્ષના બાળકોને કાળી મજૂરી કરાવવામાં આવી રહી હતી.તેમજ ભાદર ના સામા કાંઠે ખુલ્લા ફાટકની સામે આવેલ, રાજહંસ ટેક્સટાઇલના માલિક દુર્ગેશ કુશવાહ અને તેમના ઠેકેદાર અનિલકુમાર સોમારું જેમને ત્યાંથી 5 બાળકો મળી આવેલ હતા.જેમાંની સામે IPC 344, 374, 114 તેમજ જુવેનાઇલ એક્ટ 2015ની કલમ 79 હેઠળ ફરિયાદ નોંધી છે.
આ અંગે ફરિયાદી બચપણ બચાવો NGOના શીતલ પ્રદીપ જણાવ્યું હતું કે, બાળપણ બચાવો આંદોલન સંસ્થા તેમજ ઉદ્યોગ નગર પોલીસને સાથે રાખી દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં બે જગ્યાઓ પર દરોડા કરીને ફિનિશિંગ વિભાગમાં બાળકો કામ કરતા હતા. તે તમામ બાળકોને તેમના દ્વારા મુક્ત કરાવામાં આવ્યા છે. જેમાં આ તમામ બાળકોને બાળ કલ્યાણ ગૃહમાં મૂકવામાં આવેલા છે.
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
