શહેરા ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિરનું ભવ્ય આયોજન - At This Time

શહેરા ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા રકતદાન શિબિરનું ભવ્ય આયોજન


શહેરા,

પટિયા બ્રાન્ચના શહેરામાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન સિંધી સમાજની વાડી માં કરવામાં આવ્યું. જેમાં નિરંકારી મિશનના અને શહેરા શહેર તેમજ શહેરાની આજુબાજુના ગામના અનેક નાગરિકોએ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું. જેમાં ૧૦૦ થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,ગોધરાની ટીમ ઉપસ્થિત રહી હતી.

આ શિબિરનું ઉદ્દઘાટન ગોધરા બ્રાન્ચના સંયોજિકા બહેન શ્રીમતી વિધ્યાબેન નિરંકારીજી ના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે દાહોદ ઝોન ના સેવાદળ ના વડા શ્રીમાન રાજેશભાઈ બચ્ચાનીજી પણ ઉપસ્થિત રહ્યા હતા. પટિયા બ્રાન્ચના સંયોજક શ્રીમાન ભૂપતસિંહજીએ રક્તદાન શિબિર માં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનું પ્રોત્સાહન વધારી અને જન કલ્યાણ ને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી. આવેલ તમામ રક્તદાતા તથા આવેલ અતિથિ અને ડોકટરોની સાથે આવેલ એમની ટીમની હૃદયપૂર્વક બધાનું આભાર પ્રગટ કર્યો હતો.સંત નિરંકારી મિશનમાં અત્યાર સુધી આશરે ૭,૪૦૦ થી વધુ શિબિરો અને લગભગ ૧૨,૫૦,૦૦૦ થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.

રિપોર્ટર વિનોદ પગી


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.