ઉના તાલુકાના મોઠા ગામે દબાણો દૂર કરતું વહીવટી તંત્ર*
*ઉના તાલુકાના મોઠા ગામે દબાણો દૂર કરતું વહીવટી તંત્ર*
---------------
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાના મોઠા ગામે ૧૫ દબાણદારો દ્વારા અંદાજિત રૂ. ૭૫,૦૦,૦૦૦ ની ૧,૨૦,૦૦૦ ચો.મી.ક્ષેત્રફળ દબાણ કરવામાં આવ્યું હતું. જેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા સીમતળના સરકારી સ. નં.૧૨૮/ પૈકીની જમીનમાં ખેતી વિષયક દબાણ કરી વિવિધ પાક તેમજ આંબાના બગીચા બનાવી દબાણ કરવામાં આવેલી કિંમતી જમીન ખૂલ્લી કરવામાં આવી છે.
તેમજ બાકી વધતી જમીનમાં આવતીકાલે દબાણ ખૂલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે.
00 0000 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે
