લખતર તાલુકાના વણા ઘણાદ ગામમાં સરકાર દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલ ઘુડખર ખેતરમાં નુકશાન કરતા હોવાનુ જણાવી વિડીયો વાયરલ કર્યા - At This Time

લખતર તાલુકાના વણા ઘણાદ ગામમાં સરકાર દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલ ઘુડખર ખેતરમાં નુકશાન કરતા હોવાનુ જણાવી વિડીયો વાયરલ કર્યા


લખતર તાલુકાના વણા ઘણાદ ગામમાં સરકાર દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલ ઘુડખર ખેતરમાં નુકશાન કરતા હોવાનુ જણાવી વિડીયો વાયરલ કર્યા
હાલ ઘુડખર અભ્યારણ સહિત બહારના વિસ્તારમાં ધૂડખરની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે
સરકાર દ્વારા સમગ્ર વિશ્વમાં માંથી ફક્ત કચ્છના નારણમાં જોવ મળતા ઘુડખરની દસમી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે લખતર તાલુકાના વણા ગામના ખેડૂત ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા દ્વારા ઘુડખરના ટોળા ખેતરમાં ઉભા પાકમાં નુકશાન કરતા હોય તેવા વિડીયો વાયરલ કર્યા છે તેઓ દ્વારા વધુમાં જણાવાયુ હતું કે તેઓ પ્રકૃતિની વિરૂધ્ધ નથી પરંતુ ઘુડખર ખેડૂતે મહા મહેનતે ખરા ઉનાળે વાવેલ પાકને નુકસાન પહોંચાડે તેપણ યોગ્ય નથી તેમના દ્વારા વધુમાં જણાવાયુ હતું કે સરકાર ખર્વો રૂપિયા ખર્ચી દરિયામાં પુલ બનાવે છે તો અભ્યારણ ફરતી તાર ફેનસિંગ કેમ કરાવતી નથી જો કોઈ માલધારીનું પશુ ઘણ ખેતરમાં ભેલાણ કરે તો માલધારી સામે ભેલાણ કર્યા અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવે છે તો સરકાર દ્વારા રક્ષિત કરવામાં આવેલ ઘુડખર ખેતરમાં ભેલાણ કરે તો કોની સામે ફરિયાદ કરવામાં આવે છે તેમના દ્વારા જણાવ્યા મુજબ સરકાર ઘુડખર સાચવણી અંતર્ગત ગ્રાન્ટ ફાળવતી હોય છે અભ્યારણ બહારના ધુડખરને પાણી ખોરાક પૂરું પડાતુ નથી તો શું ખોરાક પાણી પૂરું પડાયા વગર બિલ બનાવી ગ્રાન્ટ માંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હશે ખરા તેમ જણાવી રોષ વ્યકત કરવામાં આવ્યો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.