કાશ્મીરમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જારી - At This Time

કાશ્મીરમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જારી


તાજેતરમાં કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બનતાં ભારે વરસાદના પરિણામે નદીઓમાં પુર અને ભૂસ્ખલન થતાં જમ્મુ કાશ્મીરને જોડતા રસ્તાઓ બંધ થયા છે. જેના કારણે રાજકોટ જિલ્લાના ફસાયેલા પ્રવાસીઓની મદદે જિલ્લા વહીવટી તંત્ર આવ્યું છે.
જમ્મુ કાશ્મીર ખાતે ફસાયેલા લોકોની જાણકારી માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરની સેવા શરુ કરવામાં આવી છે. 0281- 2471573 આ હેલ્પલાઈન નંબરમાં ફસાયેલા લોકોનું નામ, સરનામું(અહીંનું અને ત્યાંનું પણ) તાલુકાનું નામ, ફોન નંબર (અહીં અને ત્યાનો) સહિતની વિગતો મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image