ધર્મ અને રાષ્ટ્ર પ્રેમનો સમન્વય: મટકી ફોડના કાર્યક્રમ પૂર્વે મહારથીયો એ સાતમાળની ઊંચાઈનો પિરામિડ બનાવી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો - At This Time

ધર્મ અને રાષ્ટ્ર પ્રેમનો સમન્વય: મટકી ફોડના કાર્યક્રમ પૂર્વે મહારથીયો એ સાતમાળની ઊંચાઈનો પિરામિડ બનાવી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો


વડોદરા, તા. 20 ઓગષ્ટ 2022, શનિવારવડોદરા શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  મટકીફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.મટકીફોડ મહોત્સવમાં મહારાષ્ટ્રના ૩૦૦ મહારથીઓની સાથે સાથે મટકીફોડ દરમ્યાન કલાકારો ટીમલીની ૨મઝટ બોલાવી હતી. સુભાનપુરા સ્થિત ઝાંસી કી રાણી સર્કલથી વાહન રેલી સવારે 9:૩૦ કલાકે નીકળી હતી જેમાં મહારાષ્ટ્રથી આવેલા મહારથીઓ અને કલાકારો જોડાયા હતા. વાહન રેલી 10:૩૦ કલાકે ટી.પી. 13માં આવેલા પ્રયાગ ચાર રસ્તા પહોંચી હતી ત્યાંથી બપોરે ૧૨:00 કલાકે નિઝામપુરા પેનશનપુરા ખાતે પહોંચી હતી જ્યાં મહારાષ્ટ્રના મટકી ફોડ મહારથીઓ એ સાતથી આઠ માળ ઉચી બાંધેલી મટકી ફોડતા પૂર્વે તિરંગા લહેરાવ્યો હતો અને ત્યારબાદ મટકી ફોડી હતી.વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નવ જગ્યાએ સવારથી રાત સુધી મટકી ફોડના કાર્યક્રમનું આયોજન સાઈનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના અગ્રણીઓ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.