શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર, વિદેશના 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.24-08-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદા વાઘા અને સિંહાસને ચોકલેટનો દિવ્ય શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી સ્વામી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી - અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
શ્રીકષ્ટભંજનદેવ દાદાને ચોકલેટનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે 11:00 કલાકે ચોકલેટ અન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારના દિવસે દાદાને વિશેષ વાઘા અને સિંહાસનને ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના વાઘા વૃંદાવનમાં જરદોશી વર્ક કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસનને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે. આ ચોકલેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લડંન, હોંગકોંગ, દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે દાદાના સિંહાસન ચોકલેટનો શણગાર કરતા બે દિવસનો સમય લાગ્યો હતો આ ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.