મહીયલ થી મજરા નાકા સુધી રસ્તા નું કામ મંથર ગતિએ - At This Time

મહીયલ થી મજરા નાકા સુધી રસ્તા નું કામ મંથર ગતિએ


મહીયલ થી મજરા નાકા સુધી રસ્તા નું કામ મંથર ગતિએ

(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)

મહીયલ ગામથી મજરા નાકા સૂધી ના રસ્તા ની મંથર ગતિએ ચાલતી કામગિરી થી પ્રજા ત્રસ્ત બની જવા પામી છે એક કિલોમીટર થી ઓછી લંબાઈ વાળા રોડ બનાવવા મા પંદર દિવસ થી વધૂ સમય પસાર થઇ ગયો હોવા છતાં હજુ સુધી રોડ નુ કામ પૂર્ણ થયેલ નથી જેના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જાણવા મળે છે
તલોદ મોડાસા રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે થી પસાર થઈ રહેલા 44 કરોડ રૂપિયા ના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજની કામગીરી ના સંદર્ભે ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવી તલોદ ટી આર ચોકડી થી કેશરપુરા મહિયલ થઈ મજરા નાકા નુ ડાય વર્ઝન નુ જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ભારે વાહનો પસાર થવા ના કારણે રોડ પર મોટાં ખાડા પડી જવા પામેલ હતા જેથી તંત્ર દ્વારા મહીયલ થી મજરા નાકા સૂધી ના એક કિલોમીટર થી ઓછી લંબાઈ ના રસ્તા નુ નવિની કરણ માંટે નો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો જેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી રોડ ના નવિનીકરણ ની કામગિરી હાથ ધરવામાં આવી હતી પરંતુ એક કિલોમીટર થી ઓછી લંબાઈ વાળા રોડ બનાવવામાં પંદર દિવસ થી વધૂ સમય નીકળી જતાં ચાલી રહેલ રોડ ની કામગીરી ના કારણે તલોદ થઇ ગાંધીનગર તરફ જતી કપચી ની ટ્રકો ડાયવર્ઝન વાળા રોડ પર થી પસાર થતી એસ ટી બસ બંધ કરી દેવાતા એસ ટી બસ ટી આર ચોકડી પાસે ઊભી રહેતા અભ્યાસ માંટે આવતા વિધાર્થી ઓ ને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે ડાય વર્ઝન વાળા રસ્તા નું કામ ઝડપી પૂર્ણ કરવા માટે મહિયલ ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી છે.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.