તા.૨૫ મે સુધી રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં હિટ વેવ - ઉષ્ણ લહેર રહેશે - At This Time

તા.૨૫ મે સુધી રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં હિટ વેવ – ઉષ્ણ લહેર રહેશે


તા.૨૫ મે સુધી રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં હિટ વેવ - ઉષ્ણ લહેર રહેશે

ગરમી અને લુ લાગવાથી બચીએ:
ગરમી સામે રક્ષણ મેળવવાના આવશ્યક પગલાંઓ અનુસરીએ

અમરેલી, તા.૨૩ મે, ૨૦૨૪ (શુક્રવાર) રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.૨૫ મે, ૨૦૨૪ સુધી રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં હિટ વેવ - ઉષ્ણ લહેર (ગરમ પવન) રહેશે. કામગીરી શરુ હોય તેવી કન્સ્ટ્રકશન સહિતની વિવિધ સાઈટ પર શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે ૧૨ થી સાંજે ૪ વાગ્યા સુધી કામગીરીમાં વિરામ આપવામાં આવે અને તેમને ચૂકવવામાં આવતા વેતનમાંથી કપાત ન થાય
તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ગરમીથી બચવા માટેના જરુરી તમામ પગલાઓ ભરવામાં આવે. લુ ન લાગે અને લુ લાગવાથી થતી અસરોથી બચી શકાય તે માટેના આવશ્યક પગલાંઓ ભરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર - અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.