બોટાદની અસ્થિર મગજની માતાની છ વર્ષની બાળકીને ભોપાલ ખાતેથી શોધી કાઢતી બોટાદ જિલ્લા પોલીસ ટીમ - At This Time

બોટાદની અસ્થિર મગજની માતાની છ વર્ષની બાળકીને ભોપાલ ખાતેથી શોધી કાઢતી બોટાદ જિલ્લા પોલીસ ટીમ


બોટાદની અસ્થિર મગજની માતાની છ વર્ષની બાળકીને ભોપાલ ખાતેથી શોધી કાઢતી બોટાદ જિલ્લા પોલીસ ટીમ

બોટાદ જેવા નાના શહેરમાં ગઇ તારીખ ૧૦/૦૧/૨૦૨૪ ના રોજ બોટાદ,શાક માર્કેટ પાસે ગોપી મીરા કોમ્પલેક્ષ ખાતેથી છ વર્ષની બાળાને કોઇ અજાણ્યો ઇસમ કે ઇસમો કોઇપણ કારણોસર ફરીયાદીના માતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે અન્વયે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ જ્યારે તેઓ ભોપાલ ખાતે આ રીતેના ગુમ થયેલ બાળકોને રાખવામાં આવતા હોય તેવી સંસ્થાઓમાં તપાસ કરતા પીપલાની પોલીસ સ્ટેશન ભોપાલ પોલીસને આ બાળકી મળી આવતા કિલકારી બાળ કલ્યાણ સમિતિ ભોપાલને સોંપી આપેલાનું જાણવા મળતા કિલકારી બાળ કલ્યાણ સમિતિ પાસેથી બાળકીનો કબ્જો મેળવી બાળકીને શોધી કાઢી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે.અને બાળ કલ્યાણ સમિતિ બોટાદને બાળકીનો કબ્જો સોંપી આપેલ છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.