બપોરના સમયે ભાવનગરથી મહુવા જતી ટ્રેનનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ નહીં હોવાથી મુસાફરો વંચિત – રેલવે પ્રશાસનને યોગ્ય શેડ્યૂલ અપલોડ કરવાની માંગ - At This Time

બપોરના સમયે ભાવનગરથી મહુવા જતી ટ્રેનનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ નહીં હોવાથી મુસાફરો વંચિત – રેલવે પ્રશાસનને યોગ્ય શેડ્યૂલ અપલોડ કરવાની માંગ


ભાવનગર: રેલવે પ્રશાસન દ્વારા બપોરના સમયે દોડાવવામાં આવતી ભાવનગરથી ધોળા અને પછી ધોળાથી મહુવા સુધીની ટ્રેન અંગે મુસાફરોને સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી. સવારના સમયે ભાવનગરથી મહુવા માટે સીધી ટ્રેન ઉપલબ્ધ હોવા છતાં, બપોરે 1:25 વાગ્યે ભાવનગરથી ધોળા જઈને પછી ધોળાથી મહુવા તરફ દોડાવવામાં આવતી ટ્રેનનું શેડ્યૂલ ઓનલાઇન ટ્રેન શોધમાં દેખાતું નથી ફળસ્વરૂપે, આ સમયગાળામાં મુસાફરી કરવા ઈચ્છતા યાત્રીઓને ટ્રેનના સમય અને ઉપલબ્ધતા વિશે ખ્યાલ મળતો નથી, જેને કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી. રેલવેની આ અનવાજબી વ્યવસ્થાથી મુસાફરોમાં અસંતોષ વ્યાપી રહ્યો મુસાફરોની માંગ છે કે રેલવે પ્રશાસન આ બપોરની ટ્રેનને એક જ યાત્રા તરીકે ઓનલાઈન શેડ્યૂલમાં દર્શાવે જેથી ટ્રેન શોધતી વખતે લોકો સરળતાથી માહિતી મેળવી શકે અને તેનો લાભ લઈ શકે. આ સાથે, રેલવેને પણ આ યાત્રાથી વધુ આવક થવાની સંભાવના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image