અમદાવાદમાં બે રથયાત્રા યોજાશે: ભદ્રકાળી માતાની ઐતિહાસિક નગરયાત્રા અને ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા - At This Time

અમદાવાદમાં બે રથયાત્રા યોજાશે: ભદ્રકાળી માતાની ઐતિહાસિક નગરયાત્રા અને ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા


અમદાવાદ શહેરમાં હવે બે રથયાત્રા યોજાશે. એક તરફ પરંપરાગત રીતે 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7મી જુલાઈ, 2025ના રોજ નીકળશે, તો બીજી તરફ 26 ફેબ્રુઆરી, 2025એ નગરદેવી માતા ભદ્રકાળી ની ઐતિહાસિક નગરયાત્રા નીકળવાની છે.

614 વર્ષ બાદ ભદ્રકાળી માતાની નગરયાત્રા

આવતો 26 ફેબ્રુઆરી, 2025 એ અમદાવાદના સ્થાપનાને 614 વર્ષ પૂર્ણ થશે. આ અવસરે, શહેરની નગરદેવી ભદ્રકાળી માતાની વિશેષ નગરયાત્રા નીકળશે. આ નગરયાત્રા 6.25 કિલોમીટર લાંબી હશે અને અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાંથી પસાર થશે. આ યાત્રા શહેરના ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરતી અનોખી ઘટના હશે.

જગન્નાથજીની 147મી રથયાત્રા
પરંપરાગત રીતે દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની રથયાત્રા નીકળે છે. આ વર્ષે 147મી રથયાત્રા 7મી જુલાઈ, 2025ના રોજ યોજાશે. ભક્તો અને શહેરીજનો મોટી સંખ્યામાં આ યાત્રામાં ભાગ લેશે.

અમદાવાદ માટે મહત્વપૂર્ણ ધર્મયાત્રાઓ
આ બે યાત્રાઓ દ્વારા અમદાવાદના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને નવા ઉંચાઈઓ મળશે. ભદ્રકાળી માતાની નગરયાત્રા 614 વર્ષ પછી યોજાઈ રહી છે, જે શહેરીજનો માટે એક ઐતિહાસિક પ્રસંગ બનશે, જ્યારે જગન્નાથજીની રથયાત્રા પરંપરાનું નિદર્શન કરશે.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image