શોભના બારૈયાના સમર્થનમાં બેઠક: હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી ઠાકોર સેનાના આગેવાનોએ બેઠક યોજી; જંગી મતોથી વિજય બનાવવા હાંકલ કરી - At This Time

શોભના બારૈયાના સમર્થનમાં બેઠક: હિંમતનગરમાં સાબરકાંઠા-અરવલ્લી ઠાકોર સેનાના આગેવાનોએ બેઠક યોજી; જંગી મતોથી વિજય બનાવવા હાંકલ કરી


હિંમતનગરમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી અને સાબરકાંઠાના અગ્રણીઓની ભાજપના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં એક હોટલમાં બેઠક યોજાઇ હતી. જેમાં સમાજના અગ્રણીઓએ ઉમેદવારને વધાવી લઈને જંગી મતોથી વિજય બનાવવા હાંકલ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવાર શોભનાબેન બારૈયાની પસંદગી થતા વિરોધ ઉભો થયો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી અને સાબરકાંઠાના સમર્થન લઈને બુધવારે હિંમતનગરની એક ખાનગી હોટલમાં બેઠક યોજાઈ હતી. ઉમેદવાર શોભનાબેન

બારૈયા શિક્ષિતને ભાજપ દ્વારા પસંદગી થતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઠાકોર સમાજના લોકોએ સ્વાગત કર્યું હતું. આ અંગે સાબરકાંઠા જિલ્લા ઠાકોર સમાજ પ્રમુખ વિજયસિંહ ચૌહાણ અને અરવલ્લી સમાજના સંજયસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક માટે ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઓએ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજમાંથી શિક્ષીત મહિલા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની પસંદગી થતા તેમના સમર્થનમાં સાબરકાંઠા ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાજના 200થી વધુ આગેવાનોની યોજાયેલી બેઠકમાં ઉમેદવારની વિરુદ્ધમાં થઈ રહેલા વિરોધને વખોડી કાઢી શોભનાબેન બારૈયાના ચૂંટણી પ્રચારમાં જોડાઈને જંગીમતોથી જીતાડવા હાકલ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.