પ્રસિદ્ધ સાળંગપુર મંદીરના પાર્કીંગમાં થયેલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મહમંદઅકીલ સલીમભાઇ નુરમહમંદ વોરાની એલ.સી.બી.બોટાદ દ્વારા ધરપકડ કરી - At This Time

પ્રસિદ્ધ સાળંગપુર મંદીરના પાર્કીંગમાં થયેલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી મહમંદઅકીલ સલીમભાઇ નુરમહમંદ વોરાની એલ.સી.બી.બોટાદ દ્વારા ધરપકડ કરી


(રિપોર્ટર:-ચેતન ચૌહાણ)
ભાવનગર રેન્જ આઈજીનાઓ દ્વારા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા સારુ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓએ મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ બોટાદ એન્ટી થેફ્ટ સ્કોડના પો.સબ.ઇન્સ. આઇ.એસ.રબારી નાઓને બાતમી હકીકત આધારે બોટાદ એલ.સી.બી. દ્વારા બરવાળા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૧૨૪૦૩૭૪/૨૦૨૪ બી.એન.એસ. ની કલમ ૩૦૩(૨), ૩૨૪(૨) મુજબનાં કામે સાળંગપુર મંદીરના પાર્કીંગમાં ગાડીના કાચ તોડી ચોરી કરી લઇ ગયેલ મોબાઇલ ફોન સાથે આરોપી મહમંદઅકીલ સલીમભાઇ નુરમહમંદ વોરા ઉ.વ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે. આણંદ, રેલ્વે ફાટક પાસે, અમીના મંજિલ સોસાયટી તા.જી.આણંદવાળાને પકડી પાડી ગુન્હાના કામે ચોરી થયેલ રેડમી કંપનીનો રેડમી કંપનીનો 13-C મોડલનો મોબાઇલ ફોન કી.રૂ.૧૦,૦૦૦/- નો કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image