શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા શિષ્યવૃત્તિ સમારંભનું યોજવામાં આવ્યું
શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા શિષ્યવૃત્તિ સમારંભનું યોજવામાં આવ્યું
ભાવનગર શ્રી ઔદિચ્ય યુવક મંડળ દ્વારા શિષ્યવૃત્તિ સમારંભનું યોજવામાં આવ્યો શ્રી સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ જ્ઞાતિ, ભાવનગરના - મેડીકલ, એન્જીનીયરીંગ (ડીગ્રી તથા ડીપ્લોમા), ફામૅસી, સાયન્સ, આર્ટસ તથા કોમર્સ વિષયમાં હાલ માં સ્નાતક તથા અનુસ્નાતક માં અભ્યાસ કરતા વિઘાર્થીઓને વર્ષ ૨૦૨૪-૨૫ની શિષ્યવૃતિ આપવાનો તથા જ્ઞાતિની વિશિષ્ટ પ્રતિભાઓને પુરસ્કૃત કરવાનો સન્માન સમારોહ તા. ૦૨ ને રવિવારના રોજ સાંજે શિશુવિહાર, ભાવનગર ખાતે ભાવનગરના જાણિતા શિક્ષણવિદ્, સદવિચાર સેવા સમિતિ વર્ષોથી સેવા આપતા તથા ભૂતપૂર્વ આચાર્ય કમલેશભાઈ હર્ષદભાઈ ભટ્ટના અતિથિ વિષેશ પદે તથા જ્ઞાતિના મહાનુભાવોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કમલેશભાઈએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને સખત મહેનત દ્વારા લક્ષ સુધી પહોંચવાનું આવાહન આપ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી વકીલ રાજુભાઈ દવેએ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું તથા સમાજનું નામ રોશન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. પ્રમુખ શૈલેષભાઈ ભટ્ટ દ્વારા પ્રસંગોચિત્ ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પીએચડી થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સાયન્સ અને કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સંસ્થાના મંત્રી ડો. રોહિત એચ. દવે દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
