સાબરકાંઠા..... શ્રી બી .એમ પટેલ જ્ઞાનદીપ હાઈસ્કૂલ વાડોઠ માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો - At This Time

સાબરકાંઠા….. શ્રી બી .એમ પટેલ જ્ઞાનદીપ હાઈસ્કૂલ વાડોઠ માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો


*શ્રી ચિત્રોડી હિત વર્ધક એજ્યુકેશન ટ્રસ્ટ વાડોઠ સંચાલિત* *શ્રી બી એમ પટેલ જ્ઞાનદીપ હાઇસ્કુલ વાડોઠ* માં આજરોજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો. જેમાં સમારંભ અધ્યક્ષશ્રી તરીકે પટેલ કાંતિભાઈ મોતીભાઈ મટોડા (એડવોકેટ અને સામાજિક કાર્યકર), મુખ્ય મહેમાનશ્રી તરીકે વસંતભાઈ માણકા ભાઈ પટેલ (ચેરમેન શ્રી ધીમોરડ દૂધ મંડળી મોરડ) અને શ્રી જશુભાઈ હરિભાઈ પટેલ. સરપંચશ્રી, વાડોઠ ગ્રામ પંચાયત), પ્રમુખશ્રી ચિત્રોડી હિત વર્ધક એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ પટેલ તથા કારોબારી સભ્યશ્રીઓ અને ઈનામી યોજના દાતાશ્રીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઈનામી દાતાશ્રીઓ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ પટેલ તથા શાળાના પૂર્વ શિક્ષક આદરણીય રઘજીભાઈ પટેલ તથા કાર્યક્રમના અધ્યક્ષ કાંતિભાઈ પટેલ દ્વારા 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહથી કાર્ય કર્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.