રાજકોટ :નવી કોર્ટ સંકુલમાં વકીલો વચ્ચે ટેબલ રાખવાના મુદે ભારે ઘર્ષણ - At This Time

રાજકોટ :નવી કોર્ટ સંકુલમાં વકીલો વચ્ચે ટેબલ રાખવાના મુદે ભારે ઘર્ષણ


જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગને શનિવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ચંદ્રચુડ દ્વારા લોકાપર્ણ કર્યા બાદ સોમવારે પ્રથમ દિવસે જ કોર્ટ બિલ્ડીંગમાં વકીલોના ટેબલ રાખવાના મુદે ભારે ઘર્ષણ થયું હતું. સિનિયર ધારાશાસ્ત્રીને ન શોભે તેવા શબ્દોના થયેલા વરસાદથી તમાસો સર્જાયો હતો. બંને વકીલ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો પ્રશ્ર્ન ડીસ્ટ્રીક જજ પાસે લઇ જવામાં આવ્યો હતો પરંતુ ડીસ્ટ્રીક ન્યાયધિશે આ પ્રશ્ર્ન વકીલોનો હોવાનું કહી સમગ્ર વિવાદનું ગુચવડો ઉકેલવા બાર એસોસિએશનના પ્રમુખ પર છોડયું હતું.
નવી વ્યવસ્થા વકીલોની અવ્યવસ્થા સર્જાણી: પ્રથમ
નવા કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવા અંગે ડીસ્ટ્રીક જજ અને બાર એસોસિએશન વચ્ચે જુની કોર્ટ બિલ્ડીંગમાં બેઠક યોજી સમગ્ર વ્યવસ્થા માટે કમિટીની રચના કરવામાં આવ્યાની ગણતરીની મિનીટોમાં નવી કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવાના પ્રશ્ર્ને બે સિનિયર ધારાશસાસ્ત્રી વચ્ચે બઘડાટી બોલતા વકીલોની ગરીમાને ન શોભે તેવા શબ્દોના થયેલા પ્રયોગથી વકીલ આલમમાં ચકચાર જગાડી છે.
રાજકોટ બાર એસોસિએશનની ગરીમાની સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ હતી. વકીલોના પ્રશ્ર્નો માટે બાર એસોસિએશનના હોદેદારોએ ધરણા કર્યા છે. અને લડત કરી છે.
ત્યારે નવી કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ વ્યવસ્થાના પ્રશ્ર્નએ વિવાદ સર્જાયો છે. અને સમગ્ર ઘટનાને ડીસ્ટ્રીક જજ દ્વારા વકીલોનો પ્રશ્ર્ન હોવાથી બાર એસોસિએશન તેમના લેવલે ઉકેલવા જણાવ્યું છે. બીજી તરફ બાર એસોસિએશનના હોદેદારોને કોઇ ગાઠતુ ન હોય તેવી પરિસ્થિતી સર્જાય છે. જેના કારણે સિનિયર વકીલઓએ બાર એસોસિએશનની ગરીમા જાળવવા મધ્યસ્થી કરવી પડે તેવી સ્થતી ઉભી થઇ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.