આગામી ૧૮ ડિસેમ્બરે યોજાનારી મુખ્ય અધિકારી(નગરપાલીકા),વર્ગ-૩ની પ્રિલિમિનરી પરીક્ષાના સુચારું સંચાલન માટે નિવાસી અધિક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ - At This Time

આગામી ૧૮ ડિસેમ્બરે યોજાનારી મુખ્ય અધિકારી(નગરપાલીકા),વર્ગ-૩ની પ્રિલિમિનરી પરીક્ષાના સુચારું સંચાલન માટે નિવાસી અધિક કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ


ગોધરા,

ગુજરાત જાહેર સેવા આયોગ,ગાંધીનગર દ્વારા મુખ્ય અધિકારી(નગરપાલીકા),વર્ગ-૩ ( જાહેરાત ક્રમાંકઃ૧૧/૨૦૨૨-૨૩)ની જગ્યાઓ પર ભરતી કરવા માટેની પ્રિલિમિનરી (પ્રાથમિક) પરીક્ષા તા.૧૮/૧૨/૨૦૨૨ને રવિવારના રોજ યોજાનાર છે. આ પરીક્ષાના સુચારું સંચાલન, આયોજન અને જરૂરી વ્યવસ્થાના પરામર્શ અર્થે જિલ્લા કલેકટરશ્રીની કચેરી ગોધરા- પંચમહાલના વી.સી.હોલમાં નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિના સભ્યો સાથે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ચુડાસમાએ આ પરીક્ષાના સુચારું સંચાલન માટે સભ્ય સચિવ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જે.એમ. પટેલ દ્વારા મુખ્ય અધિકારી(નગરપાલીકા),વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતી કરવા માટેની પ્રિલિમિનરી(પ્રાથમિક) પરીક્ષા તા.૧૮/૧૨/૨૦૨૨ને રવિવારના રોજ યોજાનાર પરીક્ષામાં પંચમહાલ જિલ્લાના ગોધરા,કાલોલ,હાલોલ, શહેરા અને મોરવા(હ)ના ૩૧ કેન્દ્રો ખાતેથી ૮,૬૭૦ ઉમેવારો પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ઉમેદવારો શાંત વાતાવરણમાં નિર્ભયતાથી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે કરેલ કામગીરીની વિગતો મેળવી જરૂરી સલાહ સુચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના સભ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતિ જી.એચ.પટેલ, જિલ્લા પોલીસ વિભાગના અધિકારીશ્રી, એમ.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રી, એસ.ટી.ના અધિકારીશ્રી,જિલ્લા તિજોરી અધિકારીશ્રી ચૌધરી, શિક્ષણ નિરીક્ષકશ્રી જે.કે.પરમાર સહિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.