મેંદરડા ના સોસાયટી વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ માં લેન્ડગ્રેબિંગ થતાં કલેક્ટરને ફરિયાદ થતા ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ
મેંદરડાના જી.પી હાઈસ્કૂલ પાછળ આવેલ સોસાયટીના સાર્વજનિક પ્લોટ માં લેન્ડ ગ્રેબીંગ થતા રહીસો દ્વારા કલેકટર ને ફરિયાદ કરવામાં આવેલ હતી
ઉપરોક્ત બાબતે મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરવામાં આવેલ જેમાં સાચી હકીકત જાણવા મળેલ હતી કે મેંદરડાના જી.પી હાઈસ્કૂલ પાછળ આવેલ સોસાયટી માં લેન્ડગ્રેબિંગ ની ફરિયાદ પ્રદીપભાઈ શશીકાંતભાઈ જોશી દ્વારા જુનાગઢ કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવેલ હતી જેમાં હકીકત જાણવા મળેલ કે આ વિસ્તારમાં સને ૧૯૭૫ માં સર્વ નં-૧૨૫/૧/અ ની આશરે હે,૦-૯૭-૧૩ ની જમીન રહેણા હેતુ માટે ફેરવવામાં આવેલ જેના મંજૂર થયેલા પ્લાન મુજબ આ જગ્યા સાર્વજનિક પ્લોટ ૫૯૫ ચો.વાર દર્શાવવામાં આવેલ છે, જે સાર્વજનિક પ્લોટ પૈકી અમુક જગ્યામાં મેંદરડાના રહીશ સ્વ.ડો. અજમેરા દ્વારા આ જગ્યામાં સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સ્કૂલનું બાંધકામ કરવામાં આવેલ જ્યાં હાલ ખાનગી શાળા દ્વારા ૯ થી ૧૨ ધોરણ સુધીના અલગ અલગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે જે બાબતે સોસાયટીના રહીશો ને જાણ થતા જુનાગઢ કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવેલ
જેના અનુસંધાને મેંદરડા ગ્રામ પંચાયતના સદસ્ય અને આ જ વિસ્તારના રહીશ દીપકભાઈ દુધાત્રા ને રહિસો દ્વારા રજૂઆત કરવામાં આવેલ જેના અનુસંધાને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અશ્વિનભાઈ વશિયર, મુકેશ બાપુ, ગ્રા.પં.સરપંચ જે.ડી.ખાવડુ સહિતનાઓ દ્વારા સ્થળ ચકાસણી અને ખરાઈ કરી પંચરોજ કામ કરી, પંચોની સાક્ષીમાં સહી લઈ આગળની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.