રામાપીર મહિલા ધૂન મંડળ ફૂલવાડી,થાનગઢ દ્વારા ભાદરવી સુદ અગિયારશને જળ જીલણી એકાદશી - At This Time

રામાપીર મહિલા ધૂન મંડળ ફૂલવાડી,થાનગઢ દ્વારા ભાદરવી સુદ અગિયારશને જળ જીલણી એકાદશી


હોવાથી " ભગવાન ઠાકરને ઘેર ઘેર પધરામણી કરીને ભવ્ય ઉજવણી કરી* આજે રામાપીર મંદિરે ભગવાન ઠાકરને વિવિધ રંગીન શણગાર સજાવીને ફૂલવાડી બાળમંડળ દ્વારા ધવલ, ભૌતિક,પ્રિન્સ,આંનદના સંગીતના તાલે નગરચર્યા કરાવવામાં આવી ભગવાન ઠાકરને ઘેર ઘેર સામૈયા કરીને પધરામણી કરીને રામાપીર મહિલા ધૂન મંડળ દ્વારા પૂજા,આરતી કરીને,થાળ ગાઇને પ્રસાદી વેચવામાં આવી, રાસરમીને કીર્તન ગાઈને ભગવાન ઠાકરની સૌ ભક્તોએ ભક્તિ કરીને ધન્ય થયા જળજીલણી એકાદશીને પૂજારી રેખાબેન, જનકબા,તેમજ ફૂલવાડી રામાપીર મહિલાધૂન મંડળ, ફૂલવાડીશેરી,ફૂલવાડી બાલમંડળ, સખીમંડળ દ્વારા ઉત્સાહભેર ભગવાન ઠાકરની પાલખીયાત્રા, શોભાયાત્રા,ને સફળ બનાવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.