ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં તલાટી મંત્રીની હડતાલથી તાલાળા પંથકનાં લોકો મુશ્કેલીમાં તલાટી મંત્રીની માંઞ પૂરી કરવા 32 ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતનાં સદસ્ય જોડાયા મામલતદારને આપ્યું આવેદન પત્ર
તા:11 ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં તલાટી મંત્રીની હડતાલથી તાલાળા પંથકના લોકો મુશ્કેલીમાં જેમની અન્ય માંગો નાં સ્વીકારતા સંયુક્ત મોરચાનાં સરપંચ ઉપસરપંચ સદસ્ય જોડાયા આ સંયુક્ત મોર્ચા દ્વારા મામલેદારને આપ્યુ આવેદનપત્ર આજે તાલાળા કોડીનાર ઉના ગીર ગઢડા સુત્રાપાડા વેરાવળ જેવા અનેક તાલુકામાં ઓચિંતા તલાટી મંત્રી હડતાલ ઉપર ઉતરી જતા આજે દરેક તાલુકાની અને ગ્રામ્ય વિસ્તારની આમ જનતા પરેશાની મુશ્કેલીનો સામનો કરી રહી છે હાલ અત્યારે તલાટી મંત્રી અને રેવન્યુ તલાટી મંત્રીની કામગીરી જન્મ મરણનાં દાખલા તેમજ આવકનાં દાખલા તેમજ રહીશનાં દાખલા ડોમોસીયલ સર્ટિફિકેટ ક્રિમિલિયર સર્ટિફિકેટ લગનનોંધણીનું પ્રમાણપત્ર અને ખેડૂતો માટે 7,12 ,8 અની નકલ જેવી અન્ય કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવે છે ત્યારે આજે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ કામગીરી ઓચિંતા ઠપ થઈ જતાં આજે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે
જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવી અનેક કામગીરી તલાટી મંત્રી અને રેવન્યુ તલાટી મંત્રીની કામગીરી ઠપ થઈ જતા આજે 44 ગામોનાં માત્ર 20 તલાટી મંત્રી હોય જેમની પણ અનેક જગ્યાઓ ખાલી પડેલી હોય જે પણ આજ સુધી ભરતી કરવામાં આવતી નથી અને ઓચિંતા તલાટીમંત્રી તેમજ રેવન્યુ તલાટી મંત્રી હડતાલ ઉપર ઉતરી જતા આજે તાલાળા તાલુકા પંથક વિસ્તારના તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો અનેક કામગીરીનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેમના અનુસંધાને આજે તાલાળા મામલેદાર કચેરીએ 32 ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સદસ્યોએ આવેદનપત્ર આપ્યું હતું
જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજ ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતો તેમજ આમ ગરીબ પ્રજા અજાણ હોય જેમની જાણ પણ નાં હોય આવી કામગીરીથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તલાટી મંત્રી ગ્રેડ પે મુજબ કામ કરતા હોય અને રેવન્યુ તલાટી મંત્રીની જોબ ચાર્ટ બનાવવાની મુખ્ય માંગણી હોય જે તાત્કાલિક સત્વરે કરીને તલાટી મંત્રી અને રેવન્યુ તલાટી મંત્રીની માંગ સ્વીકારે એવી રાજ્ય સરકાર ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને 32 ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ સંયુક્ત મોરચાના તાલુકા પ્રમુખ રામસિંહભાઈ પરમારએ આવેદન પત્ર આપીને દરેક માંગણીઓ તલાટી મંત્રી અને રેવન્યુ તલાટી મંત્રીઓની માંગણી સ્વીકારે એવી લોક માંગણી ઉઠવા પામી છે
પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.