તમારા માટે ખાબોચિયુ… અમારા માટે સરોવર!
કેટલાક માનવીઓના મન “ખાબોચિયા' જેવા સંકુચિત અને “ચોક્કસ વાડા''માં બંધાઈ જાય તેવા હોય છે, તો કેટલાક લોકોના મન “સરોવર “ જેવા “ઉદાર “અને “વિશાળ“ હોય છે.ત્યારે માનવ મનની આ પ્રકૃતિ અને સંવેદનાઓને દર્શાવતી ઉનાળાના ધોમધખતા તાપમાં લેવાયેલી પક્ષીની આ તસવીર લાક્ષણિક અને અદભુત છે.જેમાં બુદ્ધિશાળી માનવી માટે કદાચ એ પાણીનું ખાબોચિયું હશે, પરંતુ ઉનાળાના આકરા તાપમાં તેની વચ્ચોવચ બેસેલા પક્ષી માટે એ સરોવર હશે! જેની પાસે જે વસ્તુ, વ્યક્તિ, લાગણી, કે સંબંધોનો સ્ત્રોત વધારે હોય છે તેને કદાચ એ બધું ખાબોચિયા જેવું લાગતું હશે, પરંતુ બીજી બાજુ ઉનાળાના તાપની જેમ જિંદગીના સંતાપમાં થોડા ઘણા પ્રેમ, લાગણી અને હુંફ માટે તડપતા હશે એના માટે આ પ્રકારે થોડુંક લાગણીરૂપી પાણી મળે તો પણ એ સરોવર સમાન હશે તેવું આ તસ્વીર જોતા નથી લાગતું?!!
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
