વિજયનગરમાં ST બસના પાસતી સુવિધા ફરી શરૂ થતાં આનંદો
વિજયનગર તાલુકા મથકે ST બસના પાસની સુવિધા પુન: શરૂ થતા પાસે ધારકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મકાનના અભાવે ST વિભાગે બસમાં મુસાફરી માટેના પાસની સુવિધા બંધ કરી દેતા શાળા, કોલેજના વિદ્યાર્થીઓને મુસાફરીનો પાસ કઢાવવા ઈડર, હિંમતનગર, ભિલોડાના ડેપોએ જવુ પડતુ હતું. ત્યારે ભાજપના પૂર્વ મહામંત્રી ઈશ્વરભાઈ પટેલે સરકારી મકાન ફાળવવા માટે તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ નક્કર જવાબ ન મળતા નાયબ કાર્યપાલક સિંચાઈ પેટા વિભાગના ભાડે મકાન ફાળવવા માટે રજૂઆત કરાઈ હતી પરંતુ તેનું ભાડુ એસ.આર. રેટ મુજબ રૂ.૫૦૦૦ જેટલું થતું હોઈ તે એસ. ટી. વિભાગને પરવડે તેમ ન હતું બીજી બાજુ વિદ્યાર્થીઓના પાસ માટે ૫૦ કિ.મી.ના ધકકા ખાવા પડી રહ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ હેરાન ન થાય તે માટે ST વિભાગ દ્વારા સ્થાનિક છતરીયા ત્રણ રસ્તા પાસે ખાનગી મકાન મકાનની વ્યવસ્થા કરી પાસ માટેની સુવિધા ઊભી કરતા વિદ્યાર્થીઓમાં અને મુસાફરોમાં રાહત અનુભવી ઈશ્વર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
