જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રૂટિન રસીકરણ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની સમીક્ષા બેઠક - At This Time

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રૂટિન રસીકરણ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની સમીક્ષા બેઠક


જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રૂટિન
રસીકરણ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની સમીક્ષા બેઠક
---
અમરેલી તા.૦૩ ફેબ્રુઆરી, ૨૩ (શુક્રવાર) જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને નિયમિત રીતે થતી (રૂટિન) રસીકરણ કામગીરી અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન અઠવાડિયું તથા fIPVની ત્રીજા ડોઝની (પોલિયો રસીકરણ અંતર્ગત) અમલવારી તથા કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત રૂટીન રસીકરણ અને કોવિડ-૧૯ રસીકરણ કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે કયા પગલાઓ લેવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં રૂટિન ઇમ્યુનાઈજેશન કાર્યક્રમ અન્વયે નિયમિત રસીકરણ કરવામાં આવે તે બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને વિવિધ સૂચનાઓ આપી હતી. જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ સારી રીતે થયું છે ઉપરાંત જે તાલુકાઓમાં ટકાવારી પ્રમાણે ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોનું રસીકરણ ઓછું છે તે કામગીરી વધુ સારી થઇ રીતે થઇ શકે તે માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લામાં કોવિડ-૧૯ને લઈ રસીનો ફર્સ્ટ અને સેકન્ડ ડોઝની કામગીરી સારી રીતે કરવામાં આવી છે. આ ઉપરાંત હજુ પણ પ્રિક્વોશન ડોઝને લઈ વધારેમાં વધારે રસીકરણ થાય તે બાબતે કાળજી લેવા સૂચન કરવામાં આવ્યું હતુ.
ધર્મેશ વાળા ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.