કેસ પાછો ખેંચી લેવાનું કહી પત્નિ-પુત્રી પર હુમલો કરી ફીનાઈલ પીવડાવી દીધુ
કિશાનપરા ચોકમાંથી શકિત કોલોનીમાં રહેતી મહિલા અને તેની દિકરી પણ નહેરૂનગરમાં અલગ રહેતા પતિ, પુત્ર સહિતના શખ્સોએ હુમલો કરી ફીનાઈલ પીવડાવી દેતા બન્નેને ગંભીર હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતા એ ડીવીઝન પોલીસ હોસ્પીટલ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ શકિત કોલોનીમાં રહેતા યાસ્મીનબેન સુલતાનભાઈ કોચલીયા (ઉ.42) અને તેની દિકરી સાહિસ્તા સુલતાન કોચલીયા (ઉ.17) મોડી રાતે સીવીલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયા હતા.
ત્યારે સારવારમાં રહેલ યાસ્મીનબેને તેમના પતિ સુલતાન અને સલમાને માર મારી ફીનાઈલ પીવડાવી દીધાનું અને વચ્ચે પડેલ દિકરી સાહિસ્તાને આગલા ઘરની દીકરી કરીશ્મા અને નણંદની દીકરી ટીનાએ ફીનાઈલ પીવડાવી દીધાનું કહેતા સીવીલ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
વધુમાં યાસ્મીનબેને જણાવ્યું હતું કે તેના સુલતાન કોચલીયા સાથે 12 વર્ષ પહેલા લગન થયા હતા. સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે. સુલતાનને આગલા ઘરની એક દિકરી પણ છે. તેણીનો પતિ સુલતાન ફોટોગ્રાફી અને વીડિયો શુટીંગનું કામ કરે છે પતિ અલગ નહેરૂનગરમાં રહે છે અને પોતે તેની દિકરી સાથે કિશાનપરા ચોક નજીક આવેલ શકિત કોલોનીમાં રહે છે.
પતિ સામે સાતેક મહિના પહેલા કેસ કર્યો હોય તેની બે દિવસમાં તારીખ છે. દિકરા સલમાને પણ અગાઉ માતા પુત્રી પર હુમલો કર્યો હોય તેના વિરૂધ્ધ પણ ફરીયાદ કરી હતી. કેસ પાછા ખેંચી લેવાનું કહી પતિ-પુત્ર સહિતના શખ્સોએ મારકૂટ કરી ફીનાઈલ પીવડાવી દીધાનું જણાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
