વીરતા પુરસ્કાર મેળવનારા જાંબાઝોમાં દેશ માટે શહીદ થયેલા આર્મી ડોગ એક્સલનો પણ સમાવેશ - At This Time

વીરતા પુરસ્કાર મેળવનારા જાંબાઝોમાં દેશ માટે શહીદ થયેલા આર્મી ડોગ એક્સલનો પણ સમાવેશ


નવી દિલ્હી, તા.15.ઓગસ્ટ, 2022 સોમવારઆ વર્ષે વીરતા પુરસ્કાર મેળવનારા જાંબાઝોના લિસ્ટમાં એક્સલ નામના આર્મી ડોગનુ નામ પણ સામેલ છે.કાશ્મીરમાં આતંકવાદ વિરોધી સંખ્યાબંધ અભિયાનોમાં એક્સલે પોતાની વીરતા અને સાહસનો પરચો આપ્યો હતો અને આવા એક અભિયાનમાં આતંકવાદીઓની ગોળી વાગવાના કારણે ગયા મહિને એક્સલ શહીદ થઈ ગયો હતો.એક્સલની તૈનાતી રાષ્ટ્રીય રાયફલ્સમાં કરવામાં આવી હતી.એકસલ આતંકવાદીઓનો પતો મેળવવામાં સુરક્ષા દળોને ભારે મદદરુપ થતો હતો.30 જુલાઈએ બારમુલામાં એક્સલે આતંકીઓને તો પોતાની સૂંઘવાની શક્તિ વડે શોધી કાઢયા હતા અને એ પછી થયેલા એન્કાઉન્ટરમાં આતંકીઓની એક ગોળી એક્સલને વાગી હતી.જેમાં તે શહીદ થયો હતો.સુરક્ષાદળોના જવાનો પણ એક્સલની શહાદતથી શોકમાં ગરકાવ થઈ ગયા હતા.એ પછી ભારતીય સેનાએ એકસલને શ્રધ્ધાંજલી આપી હતી.સેનાએ કહ્યુ હતુ કે, એક્સલની વીરતા અને બલિદાનને અમે સલામ કરીએ છે.જેણે આતંકીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન પોતાનો જીવ આપી દીધો હતો.આ વર્ષે 107 બહાદુરોને વિવિધ વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે.જેમાં ત્રણ કીર્તિ ચક્ર, 13 શોર્ય ચક્ર, 81 સેના મેડલ, એક નૌસેના મેડલ અને સાત વાયુસેના મેડલનો સમાવેશ થાય છે.જેમાં એક્સલનુ પણ નામ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.