જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા " ગાય બચત સ્મૃતિ " નું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ” ગાય બચત સ્મૃતિ ” નું લોકાર્પણ કરવામાં આવ્યું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા " ગાય બચત સ્મૃતિ " નું લોકાર્પણ કરવામાં આવ્યું

આંતરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન અને જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા અનેકવિધ માનવસેવાકીય , જીવદયા પ્રવૃત્તિઓ થઈ રહી છે સંસ્થા દ્વારા આજરોજ ગૌ સેવા પ્રોજેક્ટ અંતર્ગત દુકાન , ઓફીસ , ધંધાકીય પેઢી કે ઘરમાં મુકવા માટેના ગૌ સેવા બચત રકમ જમા કરવા અર્થે "ગાય બચત સ્મૃતિ " પ્રોજેક્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું.નાની બચત થકી ગાયોને ઘાસચારો આપી સજીવ સૃષ્ટિ ના કલ્યાણ અર્થે ઉમદા કાર્ય નો શુભારંભ કરવામાં આવેલઆ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન વિજય ભાઈ રોજેસરા , જાયન્ટ્સ ફેડરેશન ના ઉપ પ્રમુખ કેતન રોજેસરા , જાયન્ટ્સ સંસ્થા ના ભાવેશભાઈ શેઠ , ડો.સુરેશભાઇ ચાવડા , મુકેશભાઈ રાઠોડ , અશોકભાઈ પરમાર , રાહુલભાઈ સોની વગેરે ઉપસ્થિત રહેલ

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.