એકમેકના સહકારથી યોગ્ય દિશામાંગ્રામ જનસુખાકારીમાં ઝડપથી આગળ વધી શકાય - At This Time

એકમેકના સહકારથી યોગ્ય દિશામાંગ્રામ જનસુખાકારીમાં ઝડપથી આગળ વધી શકાય


*એકમેકના સહકારથી યોગ્ય દિશામાં ગ્રામ જનસુખાકારીમાં ઝડપથી આગળ વધી શકાય*
- જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા
*******************
*જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ચાર વિધવા બહેનોને મંજુરી હુકમ પત્રો એનાયત કરાયા હતા*
**************
જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ડી.ડી.ઓશ્રી શાહની ઉપસ્થિતિમાં ગઈકાલે પ્રાંતિજ તાલુકાના મામરોલી ખાતે સાંજે ૭ કલાકે રાત્રી ગ્રામસભા યોજાઇ ગ્રામજનો દ્વારા ૧૭ પ્રશ્નો રજૂ કરાયા અમલીકરણ અધિકારી દ્વારા નિરાકરણ કરાયું કેટલાક પ્રશ્નોમાં નિકાલની ખાતરી આપી. ગ્રામજનોએ સમસ્યાના ઉકેલને હર્ષભેર વધાવી મોટી સંખ્યામાં મહિલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
*************
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ શાહની ઉપસ્થિતિમાં તથા જિલ્લાના, તાલુકાના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં વહીવટીતંત્ર દ્વારા ગઈ કાલે તારીખ ૨૪-૮-૨૦૨૨ ના રોજ પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામે ૭-કલાકે રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનો દ્વારા ગામના વિકાસ અને જનસુખાકારીના ૧૭ વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેનું સંબંધિત અમલીકરણ અધિકારી દ્વારા સુખદ સમાધાન કરી નિરાકરણ કરવામાં આવ્યું હતું અને અમુક જ પ્રશ્નો અંગે ઝડપથી નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ચાર વિધવા બહેનોને મંજુરી હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગ્રામજનો અને મહિલાઓએ ગરીમામય વાતાવરણમાં પ્રશ્નો રજૂ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રાંતિજ મામલતદાર દ્વારા તથા ડી.ડી.ઓશ્રીનું સ્વાગત ટી.ડી.ઓ પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાત્રીસભાને સંબોધતા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે આ રાત્રી સભા એ ગ્રામજનો અને વહીવટી તંત્ર પોતાના ઓફિસના રૂટીન કાર્યો પુર્ણ કરીને તથા ગ્રામજનો પોતાના રોજીંદા કામો આટોપીને નિરાંતના સમયે સાંજે રાત્રે મોકળા મને મળી શકે અને ગામના પ્રશ્નો અંગે આ ગ્રામ સભામાં ચર્ચા કરે રજૂઆત કરે અને તેનો ઉપાય તંત્ર દ્વારા જન સુખાકારીનું સુખદ સમાધાન કરે અને એકમેકના સહકારથી યોગ્ય દિશામાં જનસુખાકારીમાં ઝડપથી આગળ વધી શકાય તે આ રાત્રીસભાનો ઉદ્દેશ છે. જે આજે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ, ગ્રામજનો, યુવાનો લોકોની સામેલગીરી જોઈને તમામ ગ્રામજનોને બિરદાવું છું આવકારું છું. ગામમાં વિકાસની ખુંટતી કડીને સૌ સાથે મળીને જોડીને ગ્રામવિકાસની પ્રગતિને આગળ ધપાવી શકાય.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ એકમેકના સહકારથી લાભાર્થીની પસંદગી કરી શકાય અને જે કામ માટે નાણાં ફાળવેલ છે તે કામકાજમાં નાણા વપરાવા જોઈએ.પ્રથમ,બીજો હપ્તો ત્યારે જ મળે કે નોમ્સ પ્રમાણે કામની પ્રગતિ થઈ હોય એટલે તંત્ર દ્વારા પણ ઉતાવળ કરવામાં આવે છે. તમે પણ નવાઘરમાં રહેવાની ઉતાવળ કરો. સાથે સાથે તમામ ગામમાં પ્રધાનમંત્રી જન આરોગ્યનું કાર્ડ કઢાવીને માંદગી સમયે પાંચ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મેળવો. તે ગોલ્ડ કાર્ડ સો ટકા સૌ કઢાવી લો. આ ગામમાં ૯૩ ટકા લોકોએ કાર્ડ કઢાવ્યા છે. તે આનંદ અને ગૌરવની વાત છે તેમજ ઇ-શ્રમ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજો ગ્રામ પંચાયત મારફત કઢાવી લે અને આધારકાર્ડ અને મતદારયાદીમાં લિંક માટે બી.એલ.ઓ મારફત ૬બી ફોર્મ ભરીને કામગીરી પૂર્ણ કરવા સાથે આપણા ગામમાં ૧૮ વર્ષની ઉંમરવાળા મતદાર ભાઈ-બહેનોની નોંધણી કરાવવી ફોટાવાળી મતદાર યાદીમાં નામ નોંધાવવા ખાસ અપીલ કરવામાં આવી હતી અને ૧૫માં નાણાપંચમાં ગ્રામજનો સાથે મળીને સર્વગ્રાહી આયોજન કરીને સુખ-સુવિધામાં વધારો કરવા સાથે લોકફાળા દ્વારા ૬૦:૪૦ની જનભાગીદારી યોજનાનો લાભ લેવા આગ્રહ કર્યો હતો. મામરોલી ગામની આશરે ૭૦૦ જનવસ્તી છે તેમાં ૭૮.૮૯ લોકો શિક્ષિત છે.
આ રાત્રી ગ્રામસભામાં રોડ રસ્તા,ગરનાળુ, લીમડા ડેમથી માતાની મોવડી વાળો રસ્તો, મફત પ્લોટની ફાળવણી, પાણીની નવીન ટાંકી બનાવવા, પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ, શાળાના ઓરડાની ઘટ પુરવા, પંચવટી યોજના, ગટર લાઈન, આર.સી.સી રોડ,કોમયુનિટી હોલ કન્ડમ કરી નવો બનાવવા, સ્મશાનમાં બાકી બ્લોક નાખવા, લાઈટ પોલ ઉભો કરવા, ગ્રામ પંચાયત નવીન બોર કરવા તથા ગ્રામ પંચાયત ઘર બનાવવા અંગે ૧૭ પ્રશ્નો રજૂ થયા હતા જેનો સુખદ અને ઝડપી નિકાલ કરવા ગ્રામજનો અને તંત્ર વચ્ચે સકારાત્મક અભિગમથી નિકાલ કરવામાં આવ્યો હતો અને ગ્રામસભા સફળ રીતે સંપન્ન કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.