આજ રોજ એચ ટી મકવાણા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા, મામલતદાર ચોટીલા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ - At This Time

આજ રોજ એચ ટી મકવાણા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા, મામલતદાર ચોટીલા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ


દ્વારા સવારના ૯-૦૦ વાગ્યાના અરસામાં થાનગઢ તાલુકાના સોનગઢ ગામે જુદી જુદી જગ્યાએ આવેલ કાર્બોસેલના ગેરકાયદેસર ખનન વહન તેમજ સંગ્રહ પર આક્સમિક રીતે દરોડા પાડતાં કરતા ૩ જેસીબી મશીન, ૧ ડમ્પર, ૧ લોડર અને ૨૮૦૦ મેટ્રિક ટન કાર્બોસેલ સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ જેની કિંમત ૨,૨૦,૦૦,૦૦૦/- અંકે બે કરોડ વીસ લાખ પૂરાનો જપ્ત કરવામાં આવેલ.જેથી તેમના માલિકો વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઈલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ 2016 ના નિયમ-૧૪ મુજબની અમોને મળેલ સતાની રૂએ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image