મહીસાગર કલેકટર સુશ્રી અર્પિત સાગરએ ચાર્જ સંભાળતા ની સાથે લુણાવાડા કોટેજ હોસ્પિટલ મુલાકાત લઇ આરોગ્ય લક્ષી સમીક્ષા કરવામાં આવી
જનરલ હોસ્પિટલ લુણાવાડાએ મધ્યગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ અને અરવલ્લી જિલ્લા તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયના સરહદી વિસ્તારોની અંદાજિત ૨૦ લાખની વસ્તીને સેવા પૂરી પાડનારી ૧૦૦ પથારીની સેકન્ડરી કેર હોસ્પિટલ છે.જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે વાર્ષિક ૧,૮૦,૦૦૦ દર્દીઓ ઓપીડી ધ્વારા અને ૨૦,૦૦૦ દર્દીઓ ઈંન્ડોર સારવાર લે છે. દર વર્ષે અંદાજિત ૫,૦૦,૦૦૦ -પાંચ લાખ લોકો આરોગ્યલક્ષી વિવિધ હેતુસર જનરેલ હોસ્પિટલની મુલાકાત લે છે.
ત્યારે આજ રોજ મહીસાગર નવનિયુક્ત કલેકટર સુશ્રી અર્પિત સાગરએ ચાર્જ સંભાળતા ની સાથે કોટેજ હોસ્પિટલ લુણાવાડાની મુલાકાત લઇ તમામ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા અને આરોગ્ય લક્ષી સમીક્ષા કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
