સંભવિત હીટવેવના આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - At This Time

સંભવિત હીટવેવના આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અધ્યક્ષતામાં બેઠક યોજાઇ


જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષતામાં આગામી દિવસોમાં રાજ્યમાં સંભવિત હીટ વેવની સંભાવના હોય મહિસાગર જિલ્લામાં આગોતરા આયોજન અમલવારી અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી મિટીંગ હોલ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં હીટવેવ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી મે-૨૦૨૪ દરમિયાન લોકસભા ચૂંટણી યોજાનાર છે. આ સમયમાં હીટવેવને પણ ધ્યાને રાખી જાહેર જનતાને ઉપયોગી થઇ શકે તેવા પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડો, ટેમપરરી શેલ્ટર, શ્રમિકોના કામના કલાકોમાં બદલાવ, શાળાઓના સમયમાં ફેરફાર સહિત આરોગ્ય વિષયક સેવાઓ જિલ્લામાં અગ્રતાના ધોરણે કામગીરી કરવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી તમામ કાર્યવાહી વિષે માર્ગદર્શન આપ્યું હતું.
હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોનું મૃત્યુ ન થાય કે લોકો લુ ન લાગે કે પશુઓ આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા જણાવ્યું હતું.વિવિધ વિભાગોએ હીટ વેવમાં કરવાની થતી કામગીરી તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાની સુવિધાઓ વિષે આ બેઠકમાં વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવ્યું હતું. તડકો વધુ હોય ત્યારે ઘરમાં રહે, બહાર જવાનું થાય તો પણ બોટલ સાથે રાખવી કે છત્રીનો ઉપયોગ કરવો.હીટવેવ અંગેની સામાન્ય સૂચનાઓ દર્શાવતી એડવાઇઝરી એનએમડી દ્વારા મોકલવામાં આવેલ છે.
જિલ્લા કક્ષાએ લેવામાં આવનારા/ લીધેલા પગલાઓ અને એક્શન પ્લાન અંગે સ્ટેટ ઇમરજનસી ઓપરેશન સેન્ટરને સત્વરે અહેવાલ મોકલવા જણાવ્યું હતું. ઉપરાંત વિભાગો દ્વારા આવેરનેશ પ્રોગ્રામ કરી લોકોને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. અને સલામતી સાવધાની રાખવાની નાગરિકો સ્વયંમ જાગૃતતા કેળવે તે ખૂબ જરૂરી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.