150 ફૂટ રીંગરોડ પર છરી સાથે રોફ જમાવતાં બે હિસ્ટ્રીસીટર ઝડપાયા - At This Time

150 ફૂટ રીંગરોડ પર છરી સાથે રોફ જમાવતાં બે હિસ્ટ્રીસીટર ઝડપાયા


150 ફૂટ રિંગરોડ પર છરી સાથે રોફ જમાવતાં હિસ્ટ્રીસીટર રાહુલ અને સચિનને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ એમ એસ મહેસ્વરી ટીમ સાથે પેટ્રોલિંગ માં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભેટરીયા અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવીને મળેલ ચોક્કસ બાતમીના આધારે 150 ફૂટ રિંગરોડ પર ઓમ સર્કલ પાસેથી છરી સાથે નીકળેલા રાહુલ પ્રભાત સબાડ (ઉ.વ.26)(રહે. શ્રી નાથજી સોસાયટી શેરી નં.3) અને સચિન હસમુખ પરમાર(ઉ.વ.22)(રહે. લક્ષ્મીનગર આરએમસી ક્વાર્ટર) ને દબોચી કાયદાનું ભાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલ અને સચિન પર મારામારી અને દારૂના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલા અને હિસ્ટ્રીશીટર છે.તેમજ રાહુલ સબાડ પાસમાં પણ જેલની હવા ખાઈ આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.