મ્યુનિસિપલ કમિશનરની કડક ચેતવણી: રોડ કામની ધીમી ગતિ અને ગેરરીતિઓ પર નારાજગી
(Image taken from Google.)
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને આજે રોડ રસ્તાની કામગીરીમાં ગેરસંત્વોષ જણાતા ઇજનેર વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા.Repeated સૂચનાઓ છતાં ગુણવત્તાસભર કામગીરી ન થતાં તેમણે કડક શબ્દોમાં તાકીદ કરી હતી કે કોન્ટ્રાક્ટરોના બચાવમાં બોલવા બદલે કામગીરી સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરો.
આજે મ્યુનિસિપલ કમિશનરે રોડ પ્રોજેક્ટ અને ઝોન ઈજનેર વિભાગના અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કદ મોટું હોવા છતાં કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. નાની કોર્પોરેશનમાં પણ સારી કામગીરી થાય છે જ્યારે અહીં કોન્ટ્રાક્ટ હોવા છતાં કામમાં વિલંબ અને પાયાના કામમાં ગેરરીતિઓ જોવા મળે છે.
રોડ પ્રોજેક્ટ અધિકારીએ ડામર મુદ્દે રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવી કહ્યું કે, કોન્ટ્રાક્ટરની ભાષા ન બોલવી જોઈએ. IOC દ્વારા ઉપલબ્ધ ડામરના વિકલ્પે અન્ય સ્ત્રોતો પરથી ડામર ખરીદવાની વ્યવસ્થા કરવી. સાથે જ IOC સાથે મિટિંગ યોજવાની સૂચના આપી.
રિવ્યૂ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો દ્વારા ગત બેઠકની સૂચનાઓ પર કામગીરીનો એક્શન ટેકન રિપોર્ટ વિના તૈયારી હાજર થવાથી કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તૈયારી સાથે બેઠકમાં હાજર રહેવાની સૂચના આપી.મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત કામગીરીમાં વધુ ગતિ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.
સૌરાંગ ઠકકર
બ્યુરો ચીફ (અમદાવાદ જીલ્લા)
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.